Reliance Jio: જિયોનો સૌથી સસ્તો પ્લાન, છપ્પરફાડ લાભ આપે છે, અનલિમિટેડ કોલિંગ સાથે આટલો ડેટા..બીજુ ઘણું બધુ

દેશમાં સૌથી વધુ જો કોઈ ટેલિકોમ કંપનીના ગ્રાહકો હોય તો તે રિલાયન્સ જિયો છે. રિલાયન્સ જિયોના અનેક એવા પ્લાન છે જે ગ્રાહકોમાં લોકપ્રિય છે. આવા જ એક પ્લાન વિશે જાણો. 

Reliance Jio: જિયોનો સૌથી સસ્તો પ્લાન, છપ્પરફાડ લાભ આપે છે, અનલિમિટેડ કોલિંગ સાથે આટલો ડેટા..બીજુ ઘણું બધુ

જો તમે રિલાયન્સ જિયોના યૂઝર હોવ અને બજેટમાં 2જીબી ડેઈલી ડેટાવાળા પ્રીપેઈડ પ્લાનની શોધ કરી રહ્યા હોવ તો આ લેખ તમારા માટે છે. જિયો દેશની સૌથી લોકપ્રિય ટેલિકોમ કંપની છે. હાલમાં જિયો યૂઝર્સની સંખ્યા 44.8 કરોડ છે. જિયો પોતાના કરોડો યૂઝર્સને અલગ અલગ ભાવમાં અનેક સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. અમે તમને આવા જ એક સસ્તા પ્લાન વિશે જણાવીશું. આ પ્લાનમાં તમને ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા મળે છે. આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે આ અનલિમિટેડ પ્લાન તમને 200ની  અંદર જ મળી જશે. જાણો આ પ્લાન વિશે. 

કેટલાનો છે આ પ્લાન
જિયોના પોર્ટફોલિયોમાં અલગ અલગ કિંમતવાળા અનેક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જે યૂઝર્સને ડેટા અને કોલિંગની સાથે સાથે અનેક અન્ય બેનિફિટ્સ આપે છે. જો તમે જિયોની વેબસાઈટ કે MyJio એપને ધ્યાનથી જોશો તો તમને તેમાં એક એવો પ્લાન મળશે જેની કિંમત ફક્ત 189 રૂપિયા છે. પરંતુ તેમાં ઢગલો ફાયદા મળે છે. આ જિયોનો સૌથી સસ્તો કોલિંગ પ્લાન છે અને તમે તે જિયોની વેબસાઈટ કે વેલ્યુ સેક્શનમાં જોઈ શકો છો. આ 189ના પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને  બીજુ પણ ઘણું બધુ મળશે. આ પ્લાનની 28 દિવસની વેલિડિટી છે. જેમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. 

આ સાથે જ તમને કુલ 300 એસએમએસ મોકલવાની સુવિુધા મળે છે. જો તમે વધુ ડેટાનો ઉપયોગ કરતા હોવ તો આ પ્લાન તમારા માટે એટલો યોગ્ય ન પણ હોઈ શકે કારણ કે તેમાં તમને ફક્ત 2જીબી હાઈસ્પીડ ડેટા મળે છે. એકવાર ડેટા પૂરો થાય તો તમારે વધારાના ડેટા માટે એડ ઓન પેક લેવું પડશે. 

પ્લાન સાથે મળતા ફાયદા
આ પ્લાનના બીજા પણ અનેક ફાયદા છે. કંપની આ પ્લાનની સાથે જિયોની ડિજિટલ સેવાઓ જેમ કે જિયો ટીવી, જિયો સિનેમા, અને જિયો ક્લાઉડની મફત સદસ્યતા પણ આપે છે. તેનો અર્થ એ થયો કે તમને તમારા પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેવાની સાથે સાથે પ્રીમીયમ કન્ટેન્ટનો આનંદ લેવાની પણ તક મળશે. જે આ પ્લાનને વધુ આકર્ષક બનાવે છે. હાલ તમે આ પ્લાનને માયજિયો એપ, જિયોની અધિકૃત વેબસાઈટ અને ગૂગલ પે તથા ફોન પે જેવી અન્ય પેમેન્ટ એપ્સના માધ્યમથી રિચાર્જ કરી શકો છો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news