Jio ની ભેટઃ 30 દિવસ ફ્રી ચલાવો આ પ્લાન, આખા પરિવારને મળશે ફાયદો
રિલાયન્સ જિયો પોતાના બે પોસ્ટપેડ પ્લાનની સાથે ગ્રાહકોને 30 દિવસની ફ્રી ટ્રાયલ ઓફર આપી રહી છે. આ બંને પ્લાન 399 રૂપિયા અને 699 રૂપિયામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો યૂઝર્સ માટે ખુશખબર છે. હવે તમે જિયોનો પ્લાન 30 દિવસ સુધી ફ્રીમાં ઉપયોગી કરી શકશો. હકીકતમાં રિલાયન્સ જિયો પોતાના બે પોસ્ટપેડ પ્લાનની સાથે ગ્રાહકોને 30 દિવસની ફ્રી ટ્રાયલની ઓફર આપી રહ્યું છે. આ બંને પ્લાન 399 રૂપિયા અને 699 રૂપિયામાં આવે છે. કંપનીએ આ બંને પ્લાનને થોડા સમય પહેલા લોન્ચ કર્યાં હતા અને આ ફેમેલી માટે છે. હકીકતમાં પ્લાન્સની સાથે તમને જિયોથી એડ-ઓન કનેક્શન મળે છે. આ પ્લાન તે લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જે પ્રથમવાર જિયોનું પોસ્ટપેડ કનેક્શન લઈ રહ્યાં છે. 30 દિવસની ટ્રાયલ બાદ તમે નક્કી કરી શકશો કે જિયોની પોસ્ટપેટ સર્વિસ યથાવત રાખવી છે કે નહીં.
રિલાયન્સ જિયોનો 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
રિલાયન્સ જિયોના 399 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનમાં 75જીબી ડેટા મળે છે. ત્યારબાદ દરેક 1 જીબી ડેટા માટે 10 રૂપિયા ચુકવવા પડશે. આ પ્લાનની સાથે તમને 3 એડ-ઓન કનેક્શન મળશે અને દરેક સીમમાં દર મહિને 5 જીબી ડેટા મળશે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે અને દરરોજ 100 એસએમએસ મળશે. ધ્યાન આપો કે દરેક એડિશનલ સિમ માટે તમારે 99 રૂપિયા દર મહિને ચુકવવા પડશે.
આ પ્લાનથી રિચાર્જ કરાવનાર યૂઝર્સને જિયો 5જી અનલિમિટેડ ડેટાની પણ ઓફર મળશે. આ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો ક્લાઉડ, જિયો ટીવીનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
રિલાયન્સ જિયોનો 699 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
રિલાયન્સ જિયોનો 699 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન 100 જીબી ડેટાની સાથે આવે છે. ત્યારબાદ દરેક જીબી ડેટા માટે 10 રૂપિયા ચુકવવા પડશે. આ પ્લાનમાં તમને 3 એડ-ઓન કનેક્શન મળશે અને દરેક સિમમાં દર મહિને 5જીબી ડેટા મળશે. જિયોને દર એડિશનલ સિમ માટે તમારે 100 રૂપિયા ચુકવવા પડશે. પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ મળશે.
આ પ્લાનથી રિચાર્જ કરાવનાર યૂઝર્સને જિયો 5જી અનલિમિટેડ ડેટાની પણ ઓફર મળશે. આ પ્લાનમાં યૂઝર્સને એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન પણ મળે છે. જે એક વર્ષ માટે છે. આ સિવાય નેટફ્લિક્સનું બેસિક સબ્સક્રિપ્શન પણ તમને મળશે. જિયો સિનેમા, જિયો ક્લાઉડ, જિયો ટીવીનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે