દેશના પ્રિમિયમ સ્માર્ટફોન બજારમાં સેમસંગ સોથી આગળ

વર્ષ 2018ના પ્રથમ છમાસમાં ભારતના પ્રિમિયમ સ્માર્ટફોનના સેગમેન્ટમાં સૌથી આગળ રહી જ્યારે કંપનીના બજાર ભાગીદારો લગભગ અડધા રહ્યા હતા. સાઇબર મીડિયા રિસર્ચ(સી.એમ.આર)ના રિપોર્ટમાં શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી.

દેશના પ્રિમિયમ સ્માર્ટફોન બજારમાં સેમસંગ સોથી આગળ

નવી દિલ્હી:વર્ષ 2018ના પ્રથમ છમાસમાં ભારતના પ્રિમિયમ સ્માર્ટફોનના સેગમેન્ટમાં સેમસંગ સૌથી આગળ રહી, જ્યારે કંપનીના બજાર ભાગીદારો લગભગ અડધા રહ્યા હતા. સાઇબર મીડિયા રિસર્ચ(સી.એમ.આર)ના રિપોર્ટમાં શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી. સી.એમ.આર ઇન્ડિયાના ‘મોબાઇલ હેન્ડસેટ રિવ્યુ’ના રિપોર્ટ અનુસાર સેમસંગ(48ટકા) બાદ ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસ રહી હતી. જે 25 ટકા બજાર બાગીદારી સાથે બીજા સ્થાર રહી હતી. અને એપલની બજાર ભાગીદારી 22 ટકા રહી જે ત્રીજા સ્થાને રહી હતી.

સેમસંગના S9થી મજબૂત થઇ કંપની
સી.એમ.આરના ઇડસ્ટ્રી ઇન્ટેલિજેંસ સમૂહના પ્રમુખ, પ્રભુ રામએ એક નિવેદનમાં કહ્યું હતું, કે પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમ હજી નાનું છે, પરંતુ આના ગ્રાગકો મુખ્યત્વે ટેકનોલોજીની મહત્વકાંક્ષાને સમજી મુખ્યત્વે મધ્ય વર્ગના લોકો છે, તથા તેમની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સેમસંગનો મુખ્ય S9એ આ પ્રિંમિયમ સેગમેન્ટમાં પોતાની સ્થિતી મજબૂત કરી છે.

વર્ષ 2018ની પહેલા છ માસમાં દેશમાં સૌથી વધારે વેચાવનારા પ્રિમિયમ સ્માર્ટફોનમાં દર બીજો સ્માર્ટ ફોન સેમસંગનો હતો. પ્રભુ રામએ કહ્યું ‘વનપ્લસ 6ની સફળતાનું મુખ્ય કારણ તેની ઓછી કિંમત અને સર્વશ્રેષ્ઠ સ્પોશિફિરેશન છે. જેણે 30,000 રૂપિયાથી ઓછા ભાવના વર્ગમાં નવો બજેટ પ્રીમિયમ સ્માર્ટ ફોન ઉમેરી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news