Samsung લોન્ચ કરશે સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો શું હશે ફીચર્સ
Trending Photos
નવી દિલ્હી: આ વર્ષે મોટાભાગની મોબાઇલ કંપનીઓ પોતાના ફોલ્ડેબલ ફોન (Foldable Phone)લઇને આવી છે. સેમસંગ (Samsung),એલજી (LG)થી માંડીને મોટોરોલા (Motorola) સુધી પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે. આ તમામ ફોન ઘણા મોંઘા છે. પરંતુ જો તમે પણ ફોલ્ડેબલ ફોન ખરીદવા માંગો છો તો નિરાશ થવાની જરૂર નથી. સેમસંગ જલદી એક સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન (Affordable Foldable smartphone)લઇને આવવાની છે. કંપનીએ નિર્ણય કર્યો છે કે ખૂબ જલદી તેને બજારમાં ઉતારશે.
અમારી સહયોગી વેબસાઇટ bgr.inના અનુસાર સેમસંગ પોતાના Galaxy Z Flip અને Galaxy Z Fold 2ની માફક એક સસ્તો સ્માર્ટફોન તૈયાર કરી રહી છે. કંપની તેને જલદી બજારમાં લોન્ચ કરી શકે છે. આ ફોનનું નામ Galaxy Z Flip Lite હશે. તાજેતરમાં જ લીક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે તેને કંપની પોતાની Galaxy S21 ની સાથે બજારમાં ઉતારી શકે છે.
આ વર્ષની શરૂઆતમાં સેમસંગ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Galaxy S20 નું સસ્તુ વર્જન Galaxy S10 Lite અને Galaxy Note 10 Lite બજારમાં ઉતારી શકે છે. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગેલેક્સી ઝેડ ફ્લિપનું પણ એક સસ્તુ વર્જન આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે