Prepaid Mobile Recharge Plan: મોબાઇલ રિચાર્જ પ્લાન ફરી થશે મોંઘા, શું છે હકીકત? જાણો
Prepaid Mobile Recharge Plan: ટ્રાઈ ઈન્ડસ્ટ્રીમાં ફ્લોર પ્રાઇસ સેટ કરવા માટે કન્સલ્ટેશન પેપર તૈયાર કરી રહ્યું છે. તેવામાં આવનારા કેટલાક સપ્તાહમાં પ્રીપેડ પ્લાન્સના ટેરિફને ફરીથી મોંઘા કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio)ની સાથે એરટેલ અને વોડાફોન-આઇડિયાએ પોતાના ટેરિફને 40% સુધી મોંઘા કરી દીધા છે. નવા ટેરિફની સાથે આ મોંઘા પ્લાન યૂઝરોના ખિસ્સા પર મોટી અસર પાડી રહ્યાં છે. કંપનીઓએ ટેરિફ વધારા પાછળ વ્યાપારમાં થતી ખોટને જણાવી છે. કંપનીઓને આશા છે કે પ્લાન મોંઘા થવાથી તેના નુકસાનની ભરપાઇ કરવામાં મદદ મળશે. ટેરિફ હાઇકને લઈને અત્યાર સુધી જે સમાચાર સામે આવ્યા છે, તેનાથી યૂઝરોની ચિંતામાં વધારો થઈ શકે છે.
ટેરિફમાં વધારો થવો જરૂરી
ટેલિકોમ ટોકના એક રિપોર્ટ અનુસાર સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યૂસનું કહેવું છે કે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝને ખોટમાથી બહાર લાવવા માટે ટેરિફને મોંઘા કરવા પડશે. આ સાથે તેમણે કહ્યું કે, ટેરિફને 200 રૂપિયા એવરેજ રેવેન્યૂ પ્રતિ યૂઝર સુધી વધારવુ જરૂરી છે. ટેલિકોમ ઓપરેટરોનું પ્રતિનિધિત્વ કરનાર સીઓઈઆઈએ ટ્રાઈને તમામ ઈન્ડસ્ટ્રીઝમાં ડેટા અને વોઇસ માટે ફ્લોર પ્રાઇઝ નક્કી કરવાની માગ કરી છે જેથી યૂઝર ક્વોલિટીના આધાર પર પોતાના નેટવર્ક ઓપરેટરની પસંદગી કરી શકે.
આવનારા મહિનામાં વધી શકે છે ભાવ
ટ્રાઈ ઈન્ડસ્ટ્રીમાં ફ્લોર પ્રાઇસ સેટ કરવા માટે કન્સલ્ટેશન પેપર તૈયાર કરી રહ્યું છે. તેવામાં આવનારા કેટલાક સપ્તાહમાં પ્રીપેડ પ્લાન્સના ટેરિફને ફરીથી મોંઘા કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રાઈ હજુ આ મામલામાં શેર હોલ્ડરની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યું છે અને ત્યારબાદ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. અહીં તે જોવાનું રસપ્રદ રહેશે કે ફ્લોર પ્રાઇઝ લાગૂ થયા બાદ ઈન્ડસ્ટ્રીઝમાં શું ફેરફાર આવી રહ્યો છે. તો ટેરિફમાં આ વખતે કેટલો વધારો કરવામાં આવશે તેના પર હજુ કહી શકાય નહીં.
એરટેલને થશે ફાયદો
ફ્લોર પ્રાઇઝ લાગૂ થવાથી એરટેલને સૌથી વધુ ફાયદો થવાની આશા છે. તેવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે જીયો અને વોડાફોન-આઇડિયા કરતા એરટેલ ભારતમાં સૌથી સારી 4G સર્વિસ આપી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે