Cheap Diesel Cars: ડીઝલ કાર ખરીદવાનો પ્લાન હોય તો 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ છે 5 બેસ્ટ ડીઝલ કાર્સ
Diesel Cars: ડીઝલ કાર ભારતમાં ઘણા કારણોસર લોકપ્રિય છે, જેમ કે હાઈ માઈલેજ, હાઈ ટોર્ક વગેરે. માર્કેટમાં ઘણી સસ્તી ડીઝલ કાર ઉપલબ્ધ છે, ચાલો તેના વિશે વાત કરીએ.
Trending Photos
Diesel Cars Under Rs. 10 Lakh: ડીઝલ કાર ભારતમાં ઘણા કારણોસર લોકપ્રિય છે જેમ કે હાઈ માઈલેજ, હાઈ ટોર્ક વગેરે. જો કે, પર્યાવરણની સતત વધતી જતી ચિંતાઓ અને હાઇબ્રિડ/ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં ડીઝલ કારના વેચાણમાં ઘટાડો થયો છે.બજારમાં હજુ પણ ઘણી સસ્તી ડીઝલ કાર ઉપલબ્ધ છે. તેમાં કેટલીક એસયુવીનો પણ સમાવેશ થાય છે. અહીં અમે તમને ભારતમાં વેચાતી રૂ. 10 લાખથી ઓછી કિંમતની ટોપ 5 ડીઝલ કાર વિષે જણાવીશું..
10 લાખથી ઓછી કિંમતની ટોપ 5 ડીઝલ કાર
-- Tata Altroz diesel (રૂ. 8.15 લાખથી શરૂ થાય છે): આ ભારતની સૌથી સસ્તી ડીઝલ કાર છે. તે 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન સાથે આવે છે, જે 88bhp અને 200Nm જનરેટ કરે છે. તે માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. જેમાં પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:
બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે 'મોચા', આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ
KKR vs PBKS: કલકત્તાની ધમાકેદાર જીત, પંજાબ કિંગ્સને 5 વિકેટે આપી માત
ભાજપના નેતાઓ પર મલ્લિકાર્જુન ખડગેને ધમકાવવાનો આરોપ, પોલીસે નોંધી FIR
-- Mahindra Bolero અને Bolero Neo(રૂ. 9.62 લાખથી શરૂ થાય છે): બોલેરો અને બોલેરો નિયો 7-સીટર ડીઝલ કાર છે. બંને 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન સાથે આવે છે. જેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ હોય છે.
-- Mahindra XUV300 diesel (રૂ. 9.90 લાખથી શરૂ થાય છે): 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત જે 115bhp અને 300Nm જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ AMTનો સમાવેશ થાય છે. તેમાં પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળે છે.
-- Kia Sonet diesel (રૂ. 9.95 લાખથી શરૂ થાય છે): 1.5-લિટર ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે જે 113bhp અને 250Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ડીઝલ એન્જિન iMT અને 6-સ્પીડ ATના વિકલ્પ સાથે આવે છે.
-- Tata Nexon diesel (રૂ. 9.99 લાખથી શરૂ થાય છે): તેમાં 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળે છે જે 113bhp અને 160Nmનો પાવર આઉટપુટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ MT અને AMTનો સમાવેશ થાય છે. જેમાં પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ છે.
આ પણ વાંચો:
ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓનું શું છે સત્ય? ગુજરાત પોલીસે કર્યો ધડાકો
રાશિફળ 09 મે: આ જાતકોને આજે અચાનક તગડો નાણાકીય લાભ થવાના યોગ, શત્રુઓ હારશે
હવે રાજ્યમાં પડશે ભારે ગરમી, હવામાન વિભાગે કરી યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે