કેટલા દિવસમાં બદલવું જોઇએ RO નું Filter, જો હજુ સુધી કરી રહ્યા છો ભૂલ થઇ જાવ સાવધાન

RO Filter: RO દરેક ઘરમાં ઉપયોગ થાય છે. મોટાભાગના યૂઝર્સને તેના ફિલ્ટર બદલવાનો યોગ્ય સમય ખબર નથી. 

કેટલા દિવસમાં બદલવું જોઇએ RO નું Filter, જો હજુ સુધી કરી રહ્યા છો ભૂલ થઇ જાવ સાવધાન

RO Filter: તમારા ઘરમાં પણ RO ઉપયોગ થાય છે તો તમને પણ ખબર હોવી જોઇએ કે ફિલ્ટર બદલવા તમારા માટે કેટલા જરૂરી છે. મોટાભાગના RO માં એક એલર્ટ સિસ્ટમ હોય છે જે ફિલ્ટર ખરાબ થવાની સ્થિતિમાં એલાર્મ આપે છે. ઘણીવાર આ કામ કરતું નથી અને ખરાબ થઇ જાય છે તો તમને જાણકારી હોવી જોઇએ કે આ ક્યારે ખરાબ થઇ રહ્યું છે. તેનાથી તમે યોગ્ય સમયે ફિલ્ટર બદલીને તમારા પરિવારને ફિટ રાખી શકો છો. તેના વિશે આસાન સ્ટેપ્સમાં સમજી શકાય છે. 

પાણીની ગુણવત્તામાં ઘટાડો 
RO ફિલ્ટર પાણીની સફાઇ કરીને તેમાં હાજર અવશેષો, ધૂળ, માટી, બેક્ટેરિયા વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. જો ફિલ્ટર ખરાબ થઈ જાય તો પાણીની ગુણવત્તા ઘટી શકે છે અને તમારા પીવાના પાણીનો સ્વાદ પણ ખરાબ રીતે બગડી શકે છે.

જીવાણું અને માઇક્રોબ્સનો વધારો
RO માં હાજર UV લાઇટ ફિલ્ટર જીવાણુ અને મિક્રોબને ખતમ કરે છે પરંતુ જો આ ખરાબ થઇ જાય છે તો પાણીમાં તેનો વધારો થઇ શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. 

RO સિસ્ટમના પ્રદર્શન ક્ષમતામાં ઘટાડો
ફિલ્ટરનું ખરાબ થવું સિસ્ટમની પ્રદર્શન ક્ષમતામાં ઘટાડો કરી શકે છે. જેનાથી પાણીની સફાઇમાં સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. 

કેટલા દિવસ સુધી કામ કરે છે RO નું ફિલ્ટર
RO સિસ્ટમના ફિલ્ટરના કામ કરવાનો સમય તેના પ્રકાર અને ગુણવત્તા પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે નીચે લખેલા પ્રકારના ફિલ્ટર હોય છે અને તેમની અવધિ નિમ્નલિખિત હોઇ શકે છે. 

સેડિમેંટ ફિલ્ટર
આ ફિલ્ટર ધૂળ, માટી અને અને અન્ય અવશેષોને બહાર કરવા માટે થાય છે. તેની લાઇફ સામાન્ય રીતે 2 થી 6 મહિના સુધી થઇ શકે છે, પરંતુ તે વપરાયેલ પાણીની ગુણવત્તા પર પણ આધાર રાખે છે.

કાર્બન ફિલ્ટર
કાર્બન ફિલ્ટર પાણીમાં હાજર દુર્ગંધ અને રસાણિક પદાર્થોને હટાવવા માટે થાય છે. તેની લાઇફ સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષ સુધી હોઇ શકે છે. 

RO મેમ્બ્રેન
RO મેમ્બ્રેન પાણીમાં હાજર નાના નાના રાસાણિક મોલેક્યૂલોંને નિકાળે છે, જેથી પાણીની ગુણવત્તામાં સુધારો થાય છે. તેની લાઇફ સામાન્ય રીતે 1 થી 2 વર્ષ સુધી હોઇ શકે છે. 

UV લાઇટ ફિલ્ટર
UV લાઇટ ફિલ્ટર લાંબા સમય સુધી ચાલી શકે છે કારણ કે તેમાં એક અલ્ટ્રાવાયલેટ લાઇટિંગ હોય છે અને તેનાથી બેક્ટેરિયા અને માઇક્રોબ્સને ખતમ કરવામાં આવે છે. આ ઘણા વર્ષો સુધી કામ કરે છે અને આ ફિલ્ટરમાં સૌથી ઓછી ખરાબી થાય છે.  

ક્યારે બદલવા જોઇએ RO ના ફિલ્ટર
તમને જણાવી દઇએ કે આજકાલ માર્કેટમાં જેટલા પણ RO વેચાઇ રહ્યા છે તે ખૂબ જ હાઇટેક થાય છે અને તેમાં વધુમાં એક ખાસ ફિલ્ટર LED લાઇટ અને એક એલાર્મ આપવામાં આવે છે. જો લાઇટ અને એલાર્મ એલર્ટ મળે તો સમજી લેવું જોઇએ કે ફિલ્ટર બદલવાનો સમય આવી ગયો છે. તેનાથી તમે યોગ્ય સમય પર ફિલ્ટર બદલી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news