23 હિન્દુઓના મોત, 152 મંદિરો પર હુમલો.... સરકારે બાંગ્લાદેશમાં બિન-મુસ્લિમો પરના અત્યાચારની માહિતી આપી
Indian Government on Bangladesh: શેખ હસીનાની વિદાય બાદ બાંગ્લાદેશની સ્થિતિ વિશે બધા જાણે છે. હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ભારતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હવે ભારત સરકારે હિન્દુઓ પર થયેલા અત્યાચારના આંકડા પણ જાહેર કર્યાં છે.
Trending Photos
Attack on HIndu: સરકારે શુક્રવારે જણાવ્યું કે ઓગસ્ટથી અત્યાર સુધી બાંગ્લાદેશમડાં 23 હિન્દુઓના મોત અને હિન્દુઓ પર હુમલાની 152 ઘટનાઓ સામે આવી છે. વિદેસ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં તે પણ કહ્યું કે છેલ્લા બે મહિના (26 નવેમ્બર 2024થી 25 જાન્યુઆરી 2025 સુધી) દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હુમલાની 76 ઘટનાઓ સામે આવી છે.
152 મંદિરો પર હુમલા
તેના જવાબમાં તેમણે કહ્યું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો પર હુમલાની 23 ઘટનાઓ અને 152 હિન્દુઓના મોત થયા છે. મંત્રીએ કહ્યું કે ભારત સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓની નોંધ લીધી છે અને બાંગ્લાદેશ સરકાર સાથે તેની ચિંતાઓ શેર કરી છે.
88 ઘટનામાં 70 લોકોની ધરપકડ
સિંહે કહ્યું કે કેન્દ્રએ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસાની ઘટનાઓ પર ધ્યાન આપ્યું છે અને બાંગ્લાદેશ સરકારની સાથે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. સિંહે કહ્યું- વિદેશ સચિવની 9 ડિસેમ્બર 2024ની બાંગ્લાદેશ યાત્રા દરમિયાન હિન્દુઓ અને અલ્પસંખ્યકોની સુરક્ષા વિશે ભારતની અપેક્ષાઓ જણાવવામાં આવી હતી. 10 ડિસેમ્બર 2024ના બાંગ્લાદેશ સરકારે એક પ્રેસ વાર્તામાં જાહેર કર્યું હતું કે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હુમલાથી સંબંધિત 88 મામલામાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ 1254 ઘટનાઓની પુષ્ટિ થઈ હતી.
સરહદ પર પણ તણાવની સ્થિતિ
મંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે લઘુમતીઓ સહિત બાંગ્લાદેશના તમામ નાગરિકોના જીવન અને સ્વતંત્રતાના રક્ષણની પ્રાથમિક જવાબદારી બાંગ્લાદેશ સરકારની છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશન લઘુમતીઓને લગતી પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવાનું ચાલુ રાખે છે. ગયા ઓગસ્ટમાં નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં રખેવાળ સરકારની રચના બાદ તણાવગ્રસ્ત સંબંધોની પૃષ્ઠભૂમિ સામે સરહદ પર વિવિધ સ્થળોએ વિવાદો થયા છે. ભારતે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓને નિશાન બનાવવા પર પણ ચિંતા વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે