આદુ એટલી કમાલની વસ્તુ છે કે 51 વર્ષની મહિલાને પણ બનાવી દે છે હોટ, આ છે પુરાવો
ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની રહેવાસી જીના સ્ટીવર્ટ (Gina Stewart) ની ઉંમર 51 વર્ષ છે. તે 4 યુવાન બાળકોની માતા અને એક બાળકની દાદી છે. તેમછતાં જાણીતી મોડલ્સ પણ તેની સુંદરતા અને ફિગર સામે પાણી ભરે છે.
Trending Photos
Benefits of Ginger: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની રહેવાસી જીના સ્ટીવર્ટ (Gina Stewart) ની ઉંમર 51 વર્ષ છે. તે 4 યુવાન બાળકોની માતા અને એક બાળકની દાદી છે. તેમછતાં જાણીતી મોડલ્સ પણ તેની સુંદરતા અને ફિગર સામે પાણી ભરે છે.
51 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર
'દુનિયાની સૌહ્તી હોટ દાદી' (World Hottest Grand Mother) કહેવાતી Gina Stewart તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર ફોટા પોસ્ટ કરતી રહે છે. જેમાં તેની બોડી ફિટનેસ જોઈને તેની અસલી ઉંમરનો અંદાજો કોઈ લગાવી શકતું નથી. 50 વર્ષ પછી પણ તે આટલી સ્લિમ-ટ્રીમ અને સુંદર કેવી રીતે રહે છે તેનું રહસ્ય તેણે પોતે જ જાહેર કર્યું છે.
Market માં આવી ગયો 'છોટૂ સિલેંડર', આ રીતે બદલીને ઘર લાવી શકો છો તમે
કરે છે આદુના પાણીનું સેવન
ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, જીનાએ જણાવ્યું કે તેની સુંદરતા અને પરફેક્ટ ફિગરનું રહસ્ય આદુ છે. તે દિવસમાં ઘણી વખત આદુ (Ginger) મિશ્રિત ગરમ પાણી (Ginger Water) લે છે. તેણી કહે છે કે આદુમાં વજન ઘટાડવા અને પાચનતંત્રને સારું રાખવાની અદભૂત શક્તિ છે.
શરીરમાંથી નિકળી જાય છે લેક્ટિક એસિડ
તે કહે છે કે આદુ એક જોરદાર antispasmodic છે. જેના કારણે તેના સેવનથી શરીરને 60 પ્રકારના મિનરલ્સ અને 30 એમિનો એસિડ મળે છે. તેના નિયમિત સેવનથી ગળું સંપૂર્ણપણે સાફ રહે છે અને માનસિક તણાવ દૂર થાય છે. આદુનો ઉપયોગ કરવાથી શરીરમાં રહેલું વધારાનું લેક્ટિક એસિડ પેશાબ દ્વારા બહાર નિકળી જાય છે.
વધી જાય છે રોગપ્રતિકારક શક્તિ
દુનિયાની સૌથી હોટ દાદી કહેવાતી આદુના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-પેરાસાઇટિક ક્ષમતા હોય છે. ભોજન અથવા પાણી (Ginger Water) દ્વારા આદુ ખાવાથી શરીરને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં મદદ મળે છે. તેનાથી શરીરમાં વિટામિન B12 ની ઉત્પાદન ક્ષમતા વધે છે.
દરરોજ કરે છે કસરત
Gina Stewart કહે છે કે તે દરરોજ આદુ મિક્સ કરીને ગરમ પાણી પીવે છે. આ પીણું તેમની કમર, નિતંબ અને જાંઘ પર બનેલી ચરબીને દૂર કરે છે. જેના કારણે 51 વર્ષની હોવા છતાં તે ખૂબ જ સુંદર અને સ્લિમ-ટ્રીમ લાગે છે. તે કહે છે કે આદુના સેવનની સાથે હેલ્ધી ફૂડ ખાવું અને નિયમિત કસરત કરવી પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે.
વૈજ્ઞાનિક તપાસમાં થયું સાબિત
Gina Stewart ની વાતને ન્યુયોર્ક એકેડેમી ઓફ સાયન્સે પણ સમર્થન આપ્યું છે. એકેડમીએ કહ્યું કે આદુમાં મેદસ્વીતા, ડાયાબિટીસ, હાર્ટ એટેક અને અન્ય રોગોને દૂર કરવાની જબરદસ્ત ક્ષમતા છે. તેનો નિયમિત ઉપયોગ શરીરને નુકસાનને બદલે લાભ આપે છે. તેથી જો તમે પણ પોતાને ફિટ અને સ્લિમ રાખવા માંગો છો, તો તમે આજે જ આદુ સાથે સંબંધ બાંધી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે