Vaccine for Cancer: હવે માત્ર રસીથી બચાવી શકાશે કેન્સર અને હાર્ટના દર્દીનો જીવ, નિષ્ણાતોનો દાવો

ધ ગાર્ડિયન કંપનીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. પૉલ બર્ટને કહ્યું હતુ કે વેક્સીન નિર્માતા મોડર્ના પાંચ વર્ષથી ઓછા સમયમાં “તમામ પ્રકારના રોગના વિસ્તારો” માટે આવી રસી અને સારવાર ઓફર કરી શકે છે. ફાર્માસ્યુટિકલ કંપની કોવિડ રસી બનાવવા માટે પણ જવાબદાર હતી અને હવે તે રસી બનાવવાની દિશામાં કામ કરી રહી છે જે ટ્યૂમર કેન્સરને લક્ષમાં રાખીને કામગીરી કરશે.

Vaccine for Cancer: હવે માત્ર રસીથી બચાવી શકાશે કેન્સર અને હાર્ટના દર્દીનો જીવ, નિષ્ણાતોનો દાવો

નવી દિલ્હીઃ આરોગ્યની દ્રષ્ટિએ એક ખુબ સારા સમાચાર મળી રહ્યાં છે. હવે કેન્સરનો ઈલાજ પહેલાં કરતા પણ સાવ સરળ બની રહ્યો છે. દર્દીને હવે ઈન્જેક્શનથી દવા આપીને પણ બચાવી શકાશે. કેન્સરના દર્દીને લાંબી હેરાનગતિનો ભોગ નહીં બનવું પડે. હવે માત્ર રસીથી જ કેન્સર અને દહય રોગના દર્દીનો ઈલાજ થઈ શકશે. આ દાવો અમેરિકાના નિષ્ણાંતો દ્વારા કરાયો હતો.

૨૦૩૦ સુધીમાં આ પ્રાણ બચાવતારી રસી ઉપલબ્ધ થઈ જાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. આ સમાચાર કેન્સરથી પીડાતા દર્દીઓ માટે એક ખુબ મોટી રાહત આપનારા છે. બર્ટને જણાવ્યું હતું કે, અમારી પાસે જે રસી રહેશે તે ખૂબ જ પ્રભાવશાળી રહેશે અને તે લાખો લોકો નહીં તો કંઈ નહીં પરંતુ . ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવશે. મારું માનવું છે કે આપણે દુનિયા ભરના લોકોને ઘણાં અલગ-અલગ પ્રકારના ટ્યૂમર કેન્સરમાં રસી આપી શકીશું. તેમણે સાથે જ આમ પણ કહ્યું હતું કે એક જ ઇન્જેક્શનથી અનેક પ્રકારની બિમારીઓનો ઈલાજ થઈ શકશે.

ઉલ્લેખનીય છેકે, કોરોના વાયરસ સામે રક્ષણ માટે ભારતમાં રસીકરણ જીવલેણ કોરોનાને અટકાવવા માટે ચાવીરૂપ સાબિત થયું. જો કે, તે બાદ એક ફાર્માસ્યુટિકલ ફર્મે હવે સૂચવ્યું છે કે લોકો ટૂંક સમયમાં કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર અને ઓટોમ્યૂન્યૂન બીમારિયોં અને અન્ય સ્થિતિયોં સામે રક્ષણ મેળવવા વેક્સિન બનાવવામાં આવી રહી છે જે 2030 સુધીમાં તૈયાર થઈ જશે.

કેન્સરની રસી 2030 સુધીમાં થશે તૈયાર-
આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કેન્સર રસી 2030 સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારે અભ્યાસ બાદ આ રસી દ્વારા લાખો જીવન બચાવી શકાય છે. સમાચાર અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 12 થી 18 મહિનામાં કોવિડ રસીની સફળતાને કારણે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

અમેરિકાના નિષ્ણાતોનો દાવો છે કે જલદી જ આ બીમારીઓ માટે રસી તૈયાર થઈ શકે છે. ૨૦૩૦ સુધીમાં આ રસી લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ જાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. આ દાયકાના અંત સુધીમાં દુનિયાભારના કેન્સર અને હાર્ટની બીમારીઓના દર્દીઓ હવે રસી મારફત સાજા થઈ શકશે. વાસ્તવમાં કોરોના વાઇરસ મહામારી માટે થયેલી વેક્સિન રિસર્ચે વિજ્ઞાનીઓ માટે કેન્સર અને હાર્ટની બીમારીઓ માટે રસીની શોધને સરળ બનાવી દીધી છે. એક ફાર્માસ્યૂટિકલ કંપનીએ હવે કહ્યું છે કે લોકો જલદી જ કેન્સર, કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ તેમજ ઓટોમ્યૂન્યૂન બીમારીઓ અને અન્ય સ્થિતિઓથી બચવા માટે રસી લઈ શકશે.

સંક્રમણને કવર કરી શકાશે. નબળા લોકોને કોવિંડ, ફ્લુ, અને રેસ્પિરેટરી સિંકિટિયલ વાઇરસ (આરએસવી)થી પણ બચાવી શકાશે. મારું માનવું છે કે આજથી ૧૦ વર્ષ બાદ આપણે એક એવી દુનિયામાં પહોંચી જઈશું જ્યાં તમે ખરેખર કોઈ બીમારીના કારણની ઓળખ કરી શકશો અને એમઆરએનએ-આધારિત ટેકનિકનો ઉપયોગ કરીને તેની સારવાર કરાવી શકશો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news