Kabul Airport પર હુમલાની ફિરાકમાં ISIS, સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ
અમેરિકા (US) અફઘાનિસ્તાન (Afghanistan) ના કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Kabul International Airport) પર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ (ISIS) ના હુમલાની આશંકા વચ્ચે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે.
Trending Photos
કાબુલ: અમેરિકા (US) અફઘાનિસ્તાન (Afghanistan) ના કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Kabul International Airport) પર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ (ISIS) ના હુમલાની આશંકા વચ્ચે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ કહ્યું કે કાબુલ એરપોર્ટથી દૂર રહ્યા છે. આઇએસઆઇએસ (ISIS May Attack Kabul Airport) તેમને ટાર્ગેટ બનાવી શકે છે.
અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી
તમને જણાવી દઇએ કે અમેરિકાએ ટાર્ગેટ રાખ્યો છે કે તે 31 ઓગસ્ટ સુધી પોતાના તમામ નાગરિકોને અફઘાનિસ્તાનથી નિકાળશે. કાબુલ એરપોર્ટ પર અત્યારે અમેરિકી સેનાની સુરક્ષામાં છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત તે લોકો જ કાબુલ એરપોર્ટ પર આવે જેમને અમેરિકન સરકારના પ્રતિનિધિએ પર્સનલ રીતે યાત્રા કરવા માટે કહ્યું છે.
અફઘાનિસ્તાનની બગડતી સ્થિતિ પર નજર
અમેરિકન રક્ષા અધિકારીઓએ કહ્યું કે તે અફઘાનિસ્તાનની બગડતી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઇ અન્ય રસ્તો શોધી રહ્યું છે.
જાણી લો કે અમેરિકા તરફથી આઇએસઆઇએસ (ISIS) ના સંભવિત હુમલા વિશે વધુ જાણકારી આપી નથી. જોકે આઇએસઆઇએસ (ISIS) તરફથી કાબુલમાં હુમલો કરવાની સાર્વજનિકરૂપથી ધમકી આપવામાં આવી નથી.
તાલિબાનના ખૌફમાં જીવી રહ્યા છે લોકો
તમને જણાવી દઇએ કે આતંકવાદી સંગઠન તાલિબાન એક અઠવાડિયા પહેલાં કાબુલ સહિત અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં કબજો કરી લીધો. તાલિબાને કાબુલની સુરક્ષાની જવાબદારી હક્કાની નેટવર્કને આપી છે. અફઘાનિસ્તાન છોડીને જવા માટે કાબુલ એરપોર્ટ બહાર ભીડ જમા છે. લોકો અફઘાનિસ્તાના શાસનથી ડરેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે