6 ભાઈઓના 6 બહેનો સાથે લગ્ન...ખર્ચો બસ 30 હજાર રૂપિયા, આ કિસ્સો જાણીને દંગ રહી જશો

દુલ્હેરાજાઓએ આ લગ્નને એક ઉદાહરણ બનાવવાનું નક્કી કર્યું હતું અને જણાવ્યું કે ઈસ્લામ લગ્નમાં સાદગી અને એક્તાની સલાહ આપે છે. 6 ભાઈઓમાં સૌથી મોટા ભાઈએ કહ્યું કે, અમે જોયું છે કે લોકો મોટાભાગે લગ્નોમાં ખર્ચા માટે પોતાની જમીન વેચે છે કે કરજ લે છે. અમે દેખાડવાની કોશિશ કરી છે કે લગ્નોને સરળ અને પરિવાર પર આર્થિક બોજો નાખ્યા વગર પણ આ આયોજનને ખુશહાલ બનાવી શકાય છે.

6 ભાઈઓના 6 બહેનો સાથે લગ્ન...ખર્ચો બસ 30 હજાર રૂપિયા, આ કિસ્સો જાણીને દંગ રહી જશો

પાકિસ્તાનના પંજાબમાં લગ્નનો એક એવો રસપ્રદ મામલો સામે આવ્યો છે કે જાણીને દંગ રહી જશો. અહીં છ ભાઈઓ અને છ બહેનોએ સામૂહિક લગ્ન સમારોહમાં લગ્ન કર્યા. જે સાદગી અને એક્તાનું એક શાનદાર ઉદાહરણ બન્યું. આ આયોજન 100થી વધુ મહેમાનોની હાજરીમાં આયોજિત થયું. જેમાં મોંઘી પરંપરાઓને છોડીને સાદગી અને વિનમ્રતાને પ્રોત્સાહન અપાયું. જો કે આ આયોજન કરવા માટે તમામ ભાઈઓએ લાંબી વાટ જોવી પડી કારણ કે સૌથી નાનો સગીર હતો. આ સમારોહમાં ન તો દહેજ લેવામાં આવ્યું કે ન તો કોઈ પણ પ્રકારનો બિનજરૂરી ખર્ચો કરાયો. 

ભવ્ય લગ્ન સમારોહની પરંપરાઓને પડકાર
દુલ્હેરાજાઓએ આ લગ્નને એક ઉદાહરણ બનાવવાનું નક્કી કર્યું હતું અને જણાવ્યું કે ઈસ્લામ લગ્નમાં સાદગી અને એક્તાની સલાહ આપે છે. 6 ભાઈઓમાં સૌથી મોટા ભાઈએ કહ્યું કે, અમે જોયું છે કે લોકો મોટાભાગે લગ્નોમાં ખર્ચા માટે પોતાની જમીન વેચે છે કે કરજ લે છે. અમે દેખાડવાની કોશિશ કરી છે કે લગ્નોને સરળ અને પરિવાર પર આર્થિક બોજો નાખ્યા વગર પણ આ આયોજનને ખુશહાલ બનાવી શકાય છે. આ આયોજન ફક્ત 6 કપલના મિલનની ઉજવણી  છે તથા એવા લોકો માટે આશાનું કિરણ પણ છે જે સમજાની આશાઓ પર ખરા ઉતરવા માટે કરજના બોજા હેઠળ દબાઈ જાય છે. 

દહેજ અને ભૌતિકવાદને નકારો
આ ઉપરાંત તમામ ભાઈઓએ પોતાના આ નિર્ણયથી એ અંગે પણ આકર્ષણ ઊભું કર્યું કે તેમણે દુલ્હનોના પરિવાર પાસેથી કોઈ પણ પ્રકારનું દહેજ લીધુ નથી. તેમનો આ નિર્ણય સમાજમાં ઝડપથી ફેલાઈ રહેલી દહેજ પ્રથાને રોકવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાઈ રહ્યું છે. આ ઓયોજને એ પણ સંદેશો આપ્યો કે લગ્નનો અસલી અર્થ પ્રેમ અને એક્તા છે, દેખાડો અને ખર્ચો નહીં. આ સાથે એ પણ સાબિત થયું કે સાદગી અને માનવ મૂલ્યો ધન દૌલતથી ઉપર હોઈ શકે છે. 

24 ન્યૂઝ  એચડી ચેનલના જણાવ્યાં મુજબ આ સામૂહિક વિવાહમાં ફક્ત એક લાખ પાકિસ્તાની રૂપિયાનો ખર્ચો થયો છે. ભારતીય ચલણમાં જોઈએ તો આ રકમ ફક્ત 30 હજાર રૂપિયા જેટલી થાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news