ભારતના એક નિર્ણયે પાકિસ્તાનની વધારી દીધી ચિંતા, બોલાવ્યું સંસદનું સંયુક્ત સત્ર

ભારતે આજે ઐતિહાસિક નિર્ણય લેતાં જમ્મુ-કાશ્મીરમાં લાગુ ધારા-370 સમાપ્ત કરી દીધી અને તેની સાથે જ ધારા-35A પણ સમાપ્ત થઈ ગઈ છે 
 

ભારતના એક નિર્ણયે પાકિસ્તાનની વધારી દીધી ચિંતા, બોલાવ્યું સંસદનું સંયુક્ત સત્ર

ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી ધારા-370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયથી હચમચી ગયેલા પાકિસ્તાને જણાવ્યું કે, કોઈ પણ એક પક્ષીય નિર્ણયથી રાજ્યની વિવાદિત સ્થિતિમાં પરિવર્તન આવશે નહીં. આ દરમિયાન કાશ્મીરની બદલાયેલી સ્થિતિ અંગે ચર્ચા માટે પાકિસ્તાને બુધવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. પહેલા આ સંયુક્ત સત્ર મંગળવારે બોલાવાયું હતું. 

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ દેશની સંસદમાં સંયુક્ત સત્રનું આહ્વાન કર્યું છે. આ સંયુક્ત સત્ર 7 ઓગસ્ટના બોલાવાશે, જેમાં કાશ્મીરમાં બદલાયેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાનના સુરક્ષા દળોના પ્રમુખ પણ આ બેઠકમાં સામેલ થશે. 

ઉલ્લેખનીય છે કે, ભારતના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે ભારતના બંધારણની ધારા-370ના ભાગ-1 સિવાયના અન્ય ભાગને રદ્દ કરવાની ભલામણ કરી છે. સાથે જ જમ્મુ-કાશ્મીરને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો અને તેને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લદાખ હવે કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. 

— ANI (@ANI) August 5, 2019

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ જણાવ્યું કે, પાકિસ્તાન સંયક્ત રાષ્ટ્ર, ઈસ્લામિક સહયોગ સંગઢન, મિત્ર દેશો અને માનવાધિકાર સંગઠનોને અપીલ કરશે તેઓ આ મુદ્દે ચુપ ન રહે. કુરેશીએ કહ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ પહેલા કરતાં વધુ ગંભીર છે. અમે કાયદાના નિષ્ણાતો સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય લઈશું. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news