અફઘાનિસ્તાનની સરહદની અંદર ઘુસી પાક સેના, તાલિબાન સાથે જોવા મળ્યા જવાન

અફઘાનિસ્તાનમાં તાલિબાની નિયંત્રણ વધ્યા બાદ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને પેરામિલિટ્રી ફોર્સને હટાવી અહીં પાકિસ્તાની આર્મીના જવાનોને તૈનાત કર્યા છે. 

અફઘાનિસ્તાનની સરહદની અંદર ઘુસી પાક સેના, તાલિબાન સાથે જોવા મળ્યા જવાન

કાબુલઃ પાકિસ્તાની સેના પર અફઘાનિસ્તાનમાં તાલિબાનની મદદ કરવાને લઈને સવાલ ઉઠ્યા છે. ખુદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ આ વાત કહી ચુક્યા છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ પાકિસ્તાનની ભૂમિકા પર શંકા થવા લાગી છે. આ વીડિયો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાની સેનાના જવાન ડૂરંડ લાઇન પાર કરી અફઘાનિસ્તાનની ધરતી પર પહોંચી ગયા છે. આ સિવાય તે તાલિબાની નિયંત્રણ વાળા વિસ્તારમાં આરામથી ફરી રહ્યાં છે. માત્ર એટલું જ નહીં પાક આર્મીના સૈનિકો તાલિબાની આતંકીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે. આ વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયો પર મૌન છે પાકિસ્તાની સેના
દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો હાલમાં બંને દેશોની સરહદો પર સ્થિત બોલ્ડન વિસ્તારમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. અહીં અફઘાની ધરતી પર બનેલી નજર સિક્યોરિટી પોસ્ટ પર પાકિસ્તાની સેનાના જવાન તાલિબાનો સાથે જોવા મળી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાની સેનાએ આ વીડિયો પર હજુ કોઈ નિવેદન આપ્યું નથી. 

— RTA World (@rtaworld) July 24, 2021

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની નિયંત્રણ વધ્યા બાદ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને પેરામિલિટ્રી ફોર્સને હટાવી અહીં પાકિસ્તાની આર્મીના જવાનોને તૈનાત કર્યા છે. અફઘાનિસ્તાનમાં વધતા તણાવને જોવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આંતરિક મામલાના મંત્રી શેક રશીદ અહમદ પ્રમામે બલૂચિસ્તાન અને કેટલીક જગ્યાએથી મિલિશિયાને પરત બોલાવી લીધા છે. તેના સ્થાને આર્મી તૈનાત કરવામાં આવી છે. 

સ્પિન બોલ્ડક પર તાલિબાની કબજો
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર શ્તિત આ વિસ્તાર તાલિબાનના કબજામાં છે. તાલિબાને આ જગ્યા પર 10 દિવસ પહેલા કબજો કરી લીધો હતો. અહીં અફઘાનિસ્તાન તરફ રહેલા વિસ્તારને સ્પિન બોલ્ડક નામથી ઓળખવામાં આવે છે. તો પાકિસ્તાન તરફના વિસ્તારને ચમન બોર્ડર કહેવામાં આવે છે. તાલિબાન દ્વારા કબજો કરી લીધા બાદ પણ પાકિસ્તાને આ સરહદને બંધ કરવાની ના પાડી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે આ એક મહત્વપૂર્ણ બોર્ડર છે. હજારો લોકો અહીંથી દરરોજ સરહદ પાર અવરજવર કરે છે. જો સરહદ બંધ કરી દેવામાં આવી તો તે લોકોને મુશ્કેલી થશે. તો સરહદ પર કબજો કર્યા બાદ તાલિબાને અહીંથી અફઘાનિસ્તાનનો ઝંડો હટાવી સફેદ ઝંડો લગાવી દીધો છે. કાંધાર પ્રાંતમાં સ્થિત આ સરહદ પર કબજો કર્યા બાદ તાલિબાનના હાથે અબજો રૂપિયા પણ લાગ્યા હતા. આ રૂપિયા અફઘાની સેના છોડીને ભાગી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news