PM Modi visit Jammu: PM મોદીના કાશ્મીર પ્રવાસથી PAK ને લાગ્યા મરચાં, કહી આ વાત
પાકિસ્તાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાશ્મીર યાત્રા અને ચિનાબ નદી પર રતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના નિર્માણ માટે આધારશિલા મુકવાને લઇને વાંધો ઉઠાવ્યો છે. તેમનો દાવો છે કે સિંધુ જળનું ઉલ્લંઘન હતું.
Trending Photos
Pakistan Reaction on PM Modi Jammu Visit: પાકિસ્તાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાશ્મીર યાત્રા અને ચિનાબ નદી પર રતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના નિર્માણ માટે આધારશિલા મુકવાને લઇને વાંધો ઉઠાવ્યો છે. તેમનો દાવો છે કે સિંધુ જળનું ઉલ્લંઘન હતું.
જમ્મૂ પ્રવાસ પર ગયા હતા પીએમ મોદી
ઓગસ્ટ 2019 માં જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલીવાર સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવિવારે જમ્મૂ કાશ્મીર ગયા હતા. આ દરમિયાન તેમણે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
ઘણા પ્રોજેક્ટની શરૂઆત કરી
જમ્મૂ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રતલે અને ક્વાર જળવિદ્યુત પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. કિશ્તવાડમાં ચિનાબ નદી પર લગભગ 5,300 કરોડ રૂપિયાના ખર્ચે 850 મેગાવોટના પ્રોજેક્ટ અને નદી પર 4,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 540 મેગાવોટની ક્વાર જળવિદ્યુત પ્રોજેક્ટનુ નિર્માણ કરવામાં આવશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પ્રધાનમંત્રી મોદીની કાશ્મીર યાત્રાને ઘાટીમાં નકલી સામાન્ય સ્થિતિ બતાવવાની વધુ એક ચાલ ગણાવી. વિદેશ કાર્યાલયે રવિવારે રાત્રે એક નિવેદનમાં કહ્યું 'પાંચ ઓગસ્ટ 2019' બાદથી, આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારત દ્રારા કાશ્મીરમાં સાચા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાને લઇ આ પ્રકારના ઘણા હતાશ પ્રયત્નોને જોયા છે.
ભારતના પ્રોજેક્ટથી પાકને થઇ રહી છે સમસ્યા
પાકિસ્તાનને કાશ્મીરમાં ચિનાબ નદી પર રતેલ અને ક્વાર પ્રોજેક્ટ માટે આધારશિલા રાખવાની ટીકા કરી. વિદેશ કાર્યાલયે કહ્યું કે ભારત દ્વારા ડિઝાઇન હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો, અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ભારતને અત્યાર સુદી પાકિસ્તાનન સાથે જાણકારી શેર કરવા પોતાના સંધિ દાયિત્વને પુરો કર્યો નથી.'
પાક વિદેશ કાર્યાલાયે કહ્યું 'પાકિસ્તાન ભારતીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી દ્રારા બે પ્રોજેક્ટની આધારશિલા રાખવાને 1960 ની સિંધુ જળ સંધિના ઉલ્લંઘનના રૂપમાં જુએ છે. પાકિસ્તાને ભારતથી IWT હેઠળ પોતાના દાયિત્વોને પુરા કરવા અને આઇડબ્લ્યૂટી માળખા માટે હાનિકારક કોઇપણ પગલું ભરવાથી પરહેજ કરવાનું આહવાન કર્યું.
વર્ષ 1960 માં બની સિંધુ જલ સંધિ
વર્લ્ડ બેંકની મધ્યસ્થતામાં 1960 ની સિંધુ જળ સંધિ પર તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબ ખાન દ્રારા હસ્તાક્ષર કર્યા હતા. આ સંદહિ બંને દેશોમાં વહેનારી સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણીના ઉપયોગ સંબંધિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે