Afghanistan: કાબુલમાં તમામ ભારતીયો સુરક્ષિત, આતંકીઓએ Indian કોઓર્ડિનેટરને છોડી મૂક્યો
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે તમામ ભારતીયો સુરક્ષિત છે. જલદી આ ભારતીયોને ફરીથી એરપોર્ટ લાવવામાં આવશે. ભારત સરકાર તેમના સંપર્કમાં છે. હવે એવા પણ ખબર છે કે આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટરને છોડી મૂક્યો છે.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર Zohib નું અપહરણ કર્યું હતું. તે કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં ગયો હતો. આતંકીઓએ તેમનો ફોન છીનવી લીધો હતો. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે તમામ ભારતીયો સુરક્ષિત છે. જલદી આ ભારતીયોને ફરીથી એરપોર્ટ લાવવામાં આવશે. ભારત સરકાર તેમના સંપર્કમાં છે. હવે એવા પણ ખબર છે કે આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટરને છોડી મૂક્યો છે.
કોઓર્ડિનેટર સાથે આતંકીઓએ કરી મારપીટ
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તાલિબાનના આતંકી ભારતીય કોઓર્ડિનેટર પાસે આવ્યા હતા. તેમણે તેમની ઓળખ પૂછી. ત્યારબાદ તેને થપ્પડ મારવા લાગ્યા. પછી આતંકીઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો. ત્યારથી ભારતીય કોઓર્ડિનેટરનો ફોન સ્વિચઓફ છે.
#UPDATE All Indians are safe reports Afghan media, documents being processed for evacuation pic.twitter.com/ah33P4epvk
— ANI (@ANI) August 21, 2021
અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેનાનું C17 ગ્લોબ માસ્ટર ગત રાતથી કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તૈનાત છે. પરંતુ ભારે ભીડના કારણે ભારતીયો એરપોર્ટમાં એન્ટ્રી લઈ શક્યા નહીં. તાલિબાને કાબુલની સુરક્ષાની જવાબદારી હક્કાની નેટવર્કને સોંપી છે. હક્કાની નેતવર્કના આતંકીઓ કાબુલના રસ્તાઓથી લઈને એરપોર્ટ સુધી તૈનાત છે.
આ બધા વચ્ચે હક્કાની નેટવર્કનો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની પણ કાબુલમાં જોવા મળ્યો. તેના ઉપર અમેરિકાએ 5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડ રૂપિયાથી વધુનું ઈનામ રાખ્યું છે. તેણે કહ્યું કે અફઘાનિસ્તાનની સુરક્ષા તેની પ્રાથમિકતા છે.
તાલિબાને આરોપ ફગાવ્યો
આ બાજુ તાલિબાનના પ્રવક્તા અહેમદુલ્લાહ વાસેકે અફઘાન મીડિયાનો એ આરોપ ફગાવ્યો છે જેમાં કહેવાયું છે કે ભારતીય નાગરિકોનું અપહરણ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે