Gold Price Latest: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ કિંમત


આજે એટલે કે ગુરૂવારે સોની બજારોમાં પણ 24 કેરેટ શુદ્ધ સોનું 911 રૂપિયા સસ્તું થઈને 52230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. 
 

Gold Price Latest: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ કિંમત

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનું પોતાના ઓલ ટાઈમ હાઈથી માત્ર 3896 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું રહી ગયું છે. જ્યારે ચાંદી બે વર્ષ પહેલાંના પોતાના સર્વોચ્ચ રેટથી 7163 રૂપિયા કિલો સસ્તી છે. 

આજે એટલે કે ગુરૂવારે સોની બજારોમાં પણ 24 કેરેટ શુદ્ધ સોનું 911 રૂપિયા સસ્તું થઈને 52230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું, જ્યારે ચાંદી 1997 રૂપિયા સસ્તી થઈને 68873 રૂપિયા પર ખુલી હતી. 

ઈન્ડિયા બુલિયન એસોસિએશન દ્વારા ગુરૂવારે જારી હાજ રેટ પ્રમાણે આજે 24 કેરેટ શુદ્ધ સોનું 52230 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવથી ખુલ્યું હતું. તેના પર 3 ટકા જીએસટી જોડવામાં આવેતો તે 53796 રૂપિયા થઈ રહ્યું છે. તો ચાંદી પર ત્રણ ટકા જીએસટી જોડ્યા બાદ તે 70902 રૂપિયા પ્રતિ કિલો મળશે. 

જો 23 કેરેટ ગોલ્ડની વાત કરીએ તો આજે તે 52021 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું હતું. તેના પર ત્રણ ટકા જીએસટી અલગથી લાગશે. તો 22 કેરેટ સોનાનો ભાવ 47843 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. તેના પર 3 ટકા જીએસટી લગાવ્યા બાદ 49278 રૂપિયામાં પડશે. તેનાથી બનેલા દાગીના પર મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો અલગથી હોય છે. 

સૌથી વધુ વેચાતા 18 કેરેટ ગોલ્ડની કિંમત હવે 39173 રૂપિયા છે. 3 ટકા જીએસતીની સાથે તે 40348 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પડશે. તો 14 કેરેટ સોનાનો ભાવ 30555 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જીએસટી બાદ તે 31471 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news