Gautam Adani: 20,000 કરોડનો FPO કેમ પાછો ખેંચ્યો? ગૌતમ અદાણીએ પોતે આપ્યો જવાબ
અદાણી ગ્રુપે પોતાની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના 20,000 કરોડ રૂપિયાના ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) ને બુધવારે પાછો ખેંચ્યો હતો. ત્યારબાદ ગૌતમ અદાણીએ હવે પોતે જ સામે આવીને રોકાણકારોને સમજાવ્યું છે અને FPO ને પાછો ખેંચવાનું કારણ પણ જણાવ્યું છે.
Trending Photos
અદાણી ગ્રુપે પોતાની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના 20,000 કરોડ રૂપિયાના ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) ને બુધવારે પાછો ખેંચ્યો હતો. ત્યારબાદ ગૌતમ અદાણીએ હવે પોતે જ સામે આવીને રોકાણકારોને સમજાવ્યું છે અને FPO ને પાછો ખેંચવાનું કારણ પણ જણાવ્યું છે. 20,000 કરોડ રૂપિયા માટે આ FPO 27 જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 31 જાન્યુઆરીએ ફૂલ સબસ્ક્રાઈબ થઈને ક્લોઝ થયો હતો.
કેમ પાછો ખેંચ્યો FPO?
ગૌતમ અદાણીએ કહ્યું કે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ્ડ FPO ના મંગળવારે પાછા ખેંચવાના નિર્ણયે અનેક લોકોને ચોંકાવી દીધા હશે. પરંતુ કાલે બજારના ઉતાર ચ ડાવને જોતા બોર્ડે એ મહેસૂસ કર્યું કે એફપીઓ સાથે આગળ વધવું એ નૈતિક રીતે યોગ્ય નહીં રહે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે શેર બજારમાં હલચલ અને માર્કેટમાં ઉથલપાથલ જોતા કંપનીનો ઉદ્દેશ્ય પોતાના રોકાણકારોના હિતોની રક્ષા કરવાનું છે. આથી અમે FPO થી પ્રાપ્ત રકમને પરત કરવા જઈ રહ્યા છીએ અને તે સંલગ્ન લેવડદેવડ ખતમ કરી રહ્યા છીએ.
#WATCH | After a fully subscribed FPO, yday’s decision of its withdrawal would've surprised many. But considering volatility of market seen yday, board strongly felt that it wouldn't be morally correct to proceed with FPO:Gautam Adani, Chairman, Adani Group
(Source: Adani Group) pic.twitter.com/wCfTSJTbbA
— ANI (@ANI) February 2, 2023
ગૌતમ અદાણીએ કહ્યું કે મારા માટે રોકાણકારોનું હિત સર્વોપરિ છે. આથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે એફપીઓ પાછો ખેંચ્યો છે. આ નિર્ણયનો અમારા હાલના પરિચાલનો અને ભવિષ્યનિ યોજનાઓ પર કોઈ પ્રભાવ પડશે નહીં.
રોકાણકારોએ આપ્યો છે મારો સાથ
ગૌતમ અદાણીએ કહ્યું કે એક ઉદ્યમી તરીકે 4 દાયકાઓ કરતા વધુની મારી વિનમ્ર યાત્રામાં મને તમામ હિતધારકો ખાસ કરીને રોકાણકારો સમુદાયથી ભારે સમર્થન મળ્યું છે. મારા માટે એ સ્વીકારવું મહત્વપૂર્ણ છે કે મારા જીવનમાં મે જે કઈ પણ થોડું ઘણું મેળવ્યું છે તે તેમના વિશ્વાસ અને ભરોસાના કારણે છે. હું મારી તમામ સફળતાઓનો શ્રેય તેમને જ આપું છું.
શું હોય છે FPO?
ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) ને સેકન્ડરી ઓફરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવી પ્રોસેસ છે જેના હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટ કંપની હાલના શેરધારકોની સાથે સાથે નવા રોકાણકારોને નવા શેર જારી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે