અંધારામાં આશાનું કિરણ... IMFએ ભારતની ખુબ પ્રશંસા કરી, મંદીની આશંકાનો ઇનકાર નહીં
IMFએ ભારતની જોરદાર પ્રશંસા કરી છે. આઈએમએફના MD એ કહ્યું કે ભારત અંધકારમાં પ્રકાશના કિરણ તરીકે ઉભરી આવ્યું છે અને પડકારજનક સમયમાં વધતી અર્થવ્યવસ્થા પ્રશંસનીય છે.
Trending Photos
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ના એમડી ક્રિસ્ટલીના જ્યોર્જિયાએ ભારતની ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે અંધારામાં ભારત એક આશાના કિરણના રૂપમાં ઉભર્યું છે. આ મુશ્કેલ સમયમાં જે રીતે માળખાગત સુધારા દ્વારા ભારતે પોતાનો ગ્રોથ સંભાળી રાખ્યો છે, તે સરાહનીય છે. તો આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઓલિવર ગોરિંચેસે ડિજિટલીકરણની પ્રશંસા કરી અને કહ્યું કે આ પગલું ખુબ મોટું પરિવર્તન લાવવાનું છે.
તેમણે કહ્યું કે પહેલા ભારતની મોટી વસ્તી બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાયેલી નહોતી પરંતુ ડિજિટાઇઝેશનને કારણે લોકો બેન્કોથી જોડાયા છે. સરળતાથી ટ્રાન્ઝેક્શન કરે છે. આ વ્યવસ્થાથી ભારત સરકાર તેવા અનેક કામ સરળતાથી કરી રહી છે જે એક સમયમાં મુશ્કેલ હતા. તેમણે કહ્યું, ભારતનું આ પગલું પ્રશંસાપાત્ર છે અને બજારને ફેરફાર તરફ લઈ જવામાં તેની મોટી ભૂમિકા છે.
#WATCH | India deserves to be called a bright spot on this otherwise dark horizon because it has been a fast-growing economy, even during these difficult times, but most importantly, this growth is underpinned by structural reforms: Kristalina Georgieva, MD, IMF
(Source: IMF) pic.twitter.com/GZIFIrsuIK
— ANI (@ANI) October 13, 2022
તેમણે કહ્યું કે જ્યારે દુનિયા મંદીની આશંકાનો સામનો કરી રહી છે ત્યારે ભારત રોશનીના કિરણની જેમ ઉભર્યું છે. તેમણે કહ્યું કે ભારતે હજુ વધુ માળખાગત સુધારની જરૂર છે કારણ કે ત્યાં સંભાવનાઓની કમી નથી. પડકારના આ સમયમાં પણ વિકાસ તરફ વધતા રહેવું મોટી વાત છે.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને તેમણે ચમત્કારની જેમ ગણાવ્યું અને કહ્યું કે આટલી મોટી વસ્તીમાં સરળતાથી લોકોને લાભ પહોંચાડવો ખુબ મોટું કામ છે. તેમણે કહ્યું કે ભારત એક ખુબ સારી તકનીકનો ઉપયોગ કરી રહ્યું છે અને તે આધુનિકીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે