3200 રૂપિયા તૂટી ગયો આ શેર, એક દિવસમાં થયો મોટો ઘટાડો, કંપનીએ આપી મોટી ડીલની જાણકારી

ટાયર બનાવનારી કંપની એમઆરએફ લિમિટેડના શેરમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. એમઆરએફના શેર આજે કારોબાર દરમિયાન 2.5 ટકા તૂટી ગયા હતા. 
 

3200 રૂપિયા તૂટી ગયો આ શેર, એક દિવસમાં થયો મોટો ઘટાડો, કંપનીએ આપી મોટી ડીલની જાણકારી

MRF Ltd Share: ટાયર બનાવનારી કંપની એમઆરએફ લિમિટેડના શેર આજે કારોબાર દરમિયાન ફોકસમાં હતા. એમઆરએપના શેર આજે કારોબાર દરમિયાન 3294.95 રૂપિયા એટલે કે 2.5 ટકા તૂટી ગયા હતા. બીજીતરફ કંપનીએ શેર બજારને એક ડીલની જાણકારી આપી છે. હકીકતમાં ટાયર નિર્માતા એમઆરએફ લિમિટેડે આજે 7.26 કરોડમાં ક્લીન મેક્સ ઓમની પ્રાઇવેટ લિમિટેડમાં 26 ટકાની ભાગીદારી હાસિલ કરવાની યોજનાની જાહેરાત કરી છે. તે રિન્યુએબલ એનર્જી સોર્સિંગમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

શું છે વિગત
ચેન્નઈ સ્થિત કંપનીએ સરકારની કેપ્ટિવ પાવર નીતિ હેઠળ હાઇબ્રિડ વીજળી સપ્લાય માટે ક્લીન મેક્સ ઓમની સાથે કેપ્ટિવ પાવર ખરીદી કરાર કર્યો છે. મહત્વનું છે કે ક્લીન મેક્સ ઓમની, જુલાઈ 2023માં મુંબઈમાં સમાવિષ્ટ, ક્લીન અને ગ્રીન એનર્જી વિકાસમાં સક્રિય છે. આ અધિગ્રહણ 3-4 મહિનામાં પૂરુ થવાની આશા છે. આ પગલાનો ઉદ્દેશ્ય વિદ્યુત અધિનિયમ હેઠળ ગ્રુપ કેપ્ટિવ પ્રોડક્શન સિસ્ટમ દ્વારા એમઆરએફના રિન્યુએબલ એનર્જી સપ્લાય સ્ત્રોતને વધારવાનું છે.

કંપનીના શેર
મહત્વનું છે કે એમઆરએફ દેશનો સૌથી મોંઘો શેર છે. છેલ્લાં પાંચ દિવસમાં તેમાં 3 ટકા એટલે કે 4221 રૂપિયાનો ઘટાડો થયો છે. મહિનામાં આ શેરમાં 7 ટકા, આશરે 10 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ શેર એક વર્ષમાં 16 ટકા ઉપર ગયો છે. મહત્વનું છે કે પાંચ વર્ષમાં શેરમાં 100 ટકાની તેજી આવી છે. તેનો 52 વીક હાઈ 151293.40 રૂપિયા અને 52 વીકની લો પ્રાઇસ 107010 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 53,613.35 કરોડ રૂપિયાનું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news