ટાટા ગ્રુપના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ચાર દિવસમાં 85,000 કરોડની કમાણી, જાણો શું છે મામલો

Tata Group Share Price: આરબીઆઈએ પાછલા વર્ષે ટાટા સન્સને અપર-લેયર એનબીએફસી તરીકે ક્લાસીફાઈ કરી હતી. નિયમો પ્રમાણે કંપનીએ સપ્ટેમ્બર 2025 સુધી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવું જરૂરી છે. જો આમ થાય તો તે સૌથી વધુ ફાયદો ટાટા કેમિકલ્સને થવાની આશા છે. 
 

ટાટા ગ્રુપના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ચાર દિવસમાં 85,000 કરોડની કમાણી, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ શેર માર્કેટમાં આ સપ્તાહે દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રુપ ટાટા ગ્રુપ (Tata Group) નો દબદબો રહ્યો. ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના આઈપીઓની ચર્ચાથી રિટેલ ઈન્વેસ્ટરે ટાટા ગ્રુપના શેરમાં જોરદાર ખરીદી કરી. આ દરમિયાન ગ્રુપની 24 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 85000 કરોડ રૂપિયાથી વધી 31.6 લાખ કરોડ પહોંચી ગયું. સૌથી વધુ તેજી ટાટા કેમિકલ્સમાં જોવા મળી હતી. કંપનીના શેરમાં આ સપ્તાહે 36 ટકાની તેજી આવી છે. બીજા નંબર પર ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (Tata Investment Corporation)રહી જેના શેરમાં 28 ટકાની તેજી આવી છે. ACE Equity ના ડેટામાં આ વાત સામે આવી છે. 

ટાટા ગ્રુપની કંપની રેલિસ ઈન્ડિયા (Rallis India)શેરમાં આ સપ્તાહે 14 ટકાની તેજી આવી જ્યારે ટાટા પાવરની વેલ્યૂ 13 ટકા વધ્યો છે. ટાટા મોટર્સનો શેર પણ ડિમર્જરના ન્યૂઝથી છ ટકા વધી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટાટા મોટર્સ પોતાના કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસને અલગ કરશે અને પછી બંને કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થશે. આ રીતે આરબીઆઈના નિયમો પ્રમાણે ટાટા સન્સે સપ્ટેમ્બર 2025 સુધી લિસ્ટ થવાનું છે. કંપનીના આઈપીઓમાં ટાટા કેમિકલ્સને સૌથી વધુ ફાયદો થવાની આશા છે. આ કારણ છે કે ઈન્વેસ્ટરોએ આ શેરમાં દાવ લગાવ્યો. માનવામાં આવી રહ્યું છે કે ટાટા સન્સને લિસ્ટિંગથી બચાવવા માટે ટાટા ગ્રુપ દરેક પ્રકારના લીગલ અને ફાઈનાન્શિયલ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. 

Tata Group Share Price

કેમાં કેટલી ભાગીદારી
ટાટા સન્સમાં દોરાબજી ટાટા ટ્રસ્ટની 28 ટકા અને ટાટા ટ્રસ્ટની 24 ટકા ભાગીદારી છે. ટાટા મોટર્સ અને ટાટા કેમિકલ્સમાં તેમાં આશરે ત્રણ ટકા ભાગીદારી છે, જ્યારે ટાટા પાવરની બે ટકા અને ઈન્ડિયન હોટલ્સની એક ટકા ભાગીદારી છે. સ્પાર્ક કેપિટલની કેલકુકેશનને કારણે ટાટા સન્સમાં ટાટા કેમિકલ્સની ત્રણ ટકા સ્કેટની વેલ્યૂ આશરે 19850 કરોડ રૂપિયા છે, જે કંપનીના માર્કેટ વેલ્યૂની આશરે 80 ટકા છે. પાછલા વર્ષે સમાચાર આવ્યા હતા કે ટાટા સન્સની વેલ્યૂ 11 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. જો કંપની પાંચ ટકા ભાગીદારી વેચે છે તો તેના આઈપીઓની સાઇઝ આશરે 55000 કરોડ રૂપિયા થઈ શકે છે. આ રીતે તે દેશનો સૌથી મોટો આઈપીઓ હશે. વર્ષ 2022માં એલઆઈસીનો આઈપીઓ 21000 કરોડ રૂપિયાનો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news