વાંચી લેજો! હવે ઘરના ઘરનું સપનું દરેક લોકો માટે સાકાર થશે! સરકાર બનાવશે 10000000 સસ્તા ઘર

NAREDCOની ચાર દિવસીય અધ્યયન યાત્રા દરમિયાન આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમ્મેલનમાં 350થી વધુ સહભાગીઓ, ભારત સરકારના 35 પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગત અને UAEના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

વાંચી લેજો! હવે ઘરના ઘરનું સપનું દરેક લોકો માટે સાકાર થશે! સરકાર બનાવશે 10000000 સસ્તા ઘર

ઘરના ઘરનું સપનું એક દરેક આમ જનતા માટે એક સપનું હોય છે, ત્યારે પોતાના ઘરનું સપનું જોનારા લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. મોદી સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ નવા એફોર્ડેબલ હાઉસ બનાવશે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને મિશન ડિરેક્ટર કુલદીપ નારાયણે કહ્યું છે કે સરકારનું લક્ષ્ય પાંચ વર્ષમાં એક કરોડ ઘરો બાંધવાનું છે. 

મંગળવારે અબુ ધાબીમાં આયોજિત એક કોન્ફરન્સને સંબોધતા નારાયણે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં અમે 90 લાખ એફોર્ડેબલ હાઉસ બનાવ્યા છે, જે પહેલાના દાયકામાં બનેલા ઘરોની સંખ્યાના દસ ગણા છે. અમારું આગામી લક્ષ્ય પાંચ વર્ષમાં એક કરોડ મકાનો બનાવવાનું છે. રિયલ એસ્ટેટ કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) એ બુધવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.

નવા શહેરોના વિકાસ પર ભાર
નિવેદન અનુસાર, નારાયણે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતમાં જે ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, તેણે જોતા આ દિશામાં સૌથી વધુ પ્રયાસોની જરૂરિયાત ઉભી થઈ છે. આગામી 20 વર્ષમાં આપણો આર્થિક વૃદ્ધિ દર સરેરાશ સાતથી આઠ ટકા રહેવાનો અંદાજ છે. આ સાથે માળખાકીય સુવિધાઓ માટે નવા શહેરોનો વિકાસ અને નવીન શહેરી આયોજન મહત્વપૂર્ણ છે. નારાયણે જણાવ્યું હતું કે, અમારે UAE જેવા દેશોમાંથી શ્રેષ્ઠ પ્રથા અપનાવવાની જરૂર છે જેથી કરીને અમે ઇકો-ફ્રેન્ડલી, સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર શહેરી વાતાવરણ બનાવી શકીએ. 

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી આયોજિત કોન્ફરન્સમાં બોલતા NAREDCO ચેરમેન જી. હરિ બાબુએ જણાવ્યું હતું કે, આજે ભારત અને UAE વિશ્વના શ્રેષ્ઠ મિત્રો છે. ભારતના 21 રાજ્યોના પ્રતિનિધિઓએ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને અમે ટકાઉ શહેરી વિકાસના મહત્વના પાઠ સાથે પાછા ફરી રહ્યા છીએ.

રિયલ એસ્ટેટનું જીડીપીમાં 7% યોગદાન
તેમણે કહ્યું કે, ભારતના હાઉસિંગ સેક્ટરની સફર બેઝિક હાઉસથી એફોર્ડેબલ, ટકાઉ અને લક્ઝરી હાઉસ સુધી શરૂ થઈ છે. NAREDCO ચેરમેન ડૉ. નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું હતું કે, હાલમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં સાત ટકાનું યોગદાન આપે છે.  નીતિ આયોગ અનુસાર, ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની સાથે આ ક્ષેત્રનું યોગદાન 15 ટકા સુધી પહોંચી શકે છે. આ વૃદ્ધિ રોજગાર, રોકાણ અને 270 સહાયક ઉદ્યોગો પર હકારાત્મક અસર પડે છે. UAE સાથેની ભાગીદારીને મજબૂત કરવાથી નવીનતાને વેગ મળશે અને ટકાઉ વિકાસને વેગ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news