Watch Video: બાંગ્લાદેશ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ શું સંકેત આપી દીધો? આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ જેમાં બાંગ્લાદેશનો મુદ્દો પણ ચર્ચાયો. ત્યારબાદ પત્રકાર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે નિવેદન આપ્યું. જાણો શું કહ્યું. 

Watch Video: બાંગ્લાદેશ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ શું સંકેત આપી દીધો? આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર પર ડોનાલ્ડ  ટ્રમ્પે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે પીએમ મોદી સામે જ્યારે તેમને  બાંગ્લાદેશની યુનુસ સરકાર અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે ઈશારામાં મોટો સંકેત આપી દીધો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટમાં શું અમેરિકી 'ડીપ સ્ટેટ'નો હાથ છે? તો ટ્રમ્પે તેનો ઈન્કાર કરતા કહ્યું કે હું બાંગ્લાદેશ (નો મુદ્દો) પ્રાઈમ મિનિસ્ટર મોદી પર છોડું છું. એમ કહીને તેઓ પીએમ મોદી સામે જોવા લાગ્યા. 

જે સમયે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત ચાલુ હતી ત્યારે ત્યાંથી થોડે દૂર જ  બાંગ્લાદેશના લોકો દેશની વચગાળાની સરકારના ગેરબંધારણીય સાશનને ખતમ કરવાની માંગણી સાથે વિરોધ કરી રહ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પનું એમ કહેવું કે બાંગ્લાદેશનો મુદ્દો પીએમ મોદી જોશે, એક પ્રકારે ભારતને ખુલ્લી છૂટ આપવાનો ઈશારો હોઈ શકે છે. 

— Sidhant Sibal (@sidhant) February 13, 2025

નોંધનીય છે કે અમેરિકાની હાલની સરકારના અનેક ટોપ નેતા અને અધિકારીઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો પર આગળ આવીને બોલતા જોવા મળ્યા છે. ગત વર્ષે પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીનાએ પીએમ પદ છોડી ભાગવું પડ્યું હતું. તેમણે ભારતમાં શરણ લીધી. ત્યાં હિન્દુઓના મંદિરો, ઘરો અને સમુદાય પર સતત હુમલા થયા. 

MAGA પર બોલ્યા પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા MAGA (make america great again) વિશે વાત કરે છે. ભારતમાં અમે એક વિક્સિત ભારતની દિશામાં કામ કરીએ છીએ. જેનો અમેરિકાના સંદર્ભમાં અર્થ MIGA છે અને સાથે મળીને  ભારત-અમેરિકા સમૃદ્ધિ માટે એક મેગા ભાગીદારી કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news