રાજકોટ સિવિલમાં કાળનું ચક્ર ફરી વળ્યું, એક જ રાતમાં 17 દર્દીના મોત, આજનો દિવસ બન્યો બ્લેક ફ્રાઈડે
Rajkot Civil Hospital : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવિધ કેસના 17 દર્દીઓના એક જ રાતમાં મોત થયા છે... આખી રાત હોસ્પિટલનું પોસ્ટમોર્ટમ રૂમ ધમધમતું રહ્યું
Trending Photos
Rajkot News : રાજકોટ સિવિલમાં ઉંદર ફરતા હોવાના કારણે હોસ્પિટલ પહેલેથી જ વિવાદમાં આવી છે, ત્યારે શુક્રવારનો દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળ ચક્ર એવું ફરી વળ્યું કે, 24 કલાકમાં 17 લોકોએ અલગ અલગ કારણે જીવ ગુમાવ્યો છે. અકસ્માત, હ્રદયના ધબકરા બંધ થઈ જવા સહિતના કારણોથી 17 દર્દીઓના મોત નિપજ્યા છે. અપમૃત્યુના કેસને પગલે સિવિલ હોસ્પિટલ ધમધમી ઊઠી છે.
એક જ રાતમાં 17 લોકોના મોત
રાજકોટમાં એક જ રાતમાં 17 લોકોના મૃત્યુ નોંધાયા અફરાતરફી મચી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં રાત આખી પોસ્ટ મોર્ટમ રૂમ ધમધમતું રહ્યું છે. તો સિવિલ હોસ્પટિલમાં આજનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. કોઈએ આપઘાત કર્યો, તો કોઈનું હૃદય બંધ પડ્યું, કોઈનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું, આવા અનેક કારણોસર 17 લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે સ્વજનોમાં શોકની કાલિમા ફરી વળી છે.
રાજકોટ સિવિલમાં ફરે છે ઉંદરો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવાનો મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. સત્તાધીશોને ઉંદરો પર અત્યાચાર કરો છો, શા માટે તમારા પર આઇપીસી કલમ 428, 429 મુજબ કાર્યવાહી ન કરવી ? તેવા લખાણ સાથે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે. એનિમલ વેલ્ફેર બોર્ડના લેટરપેડ પર સિવિલ હોસ્પિટલને નોટીસ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે નોટિસ ફટકારી છે. આ મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે