Tata Group: ગુજરાતના આ શાહી પરિવાર પાસે છે ટાટા સન્સનો એક શેર, જેઆરડી ટાટાએ આપ્યો હતો ગિફ્ટ
ટાટા ગ્રુપનો બિઝનેસ ઘણા સેક્ટર્સમાં ફેલાયેલો છે. આ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ છે. તેની બે ડઝનથી વધુ કંપનીઓ લિસ્ટેડ છે. ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ છે. આ કંપનીનો એક શેર ગુજરાતના શાહી પરિવાર પાસે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપ (Tata Group) દેશનો સૌથી મોટો ઔદ્યોગિક પરિવાર છે. તેનું માર્કેટ કેપ પાકિસ્તાનની જીડીપીથી પણ વધુ છે. તેની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 66 ટકા ભાગીદારી પરોપકારી ટ્રસ્ટોની પાસે છે. સાથે કંપનીની 12.87% ટાટા ગ્રુપની કંપનીઓ પાસે, 18.4% ભાગીદારી મિસ્ત્રી પરિવાર પાસે, 0.83% રતન ટાટા પાસે, 0.81% જિમ્મી ટાટા પાસે અને 1.21 ટકા ભાગીદારી અન્યની પાસે છે. લિસ્ટેડ કંપનીઓ માટે એક ટકાથી ઓછી ભાગીદારીવાળા ઈન્વેસ્ટરોના નામનો ખુલાસો કરવો જરૂરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટાટા સન્સનો એક શેર ગુજરાતના એક શાહી પરિવાર પાસે છે.
ગુજરાતનું એક રજવાડું છોટા ઉદેપુરના મહારાજ વિરેન્દ્રસિંહજી ચૌહાણની પાસે ટાટા સન્સનો એક શેર હતો. વર્ષ 2005માં તેમના મોત બાદ આ શેર તેમના વંશજોનો મળી ગયો. એક મીડિયા રિપોર્ટ્સમાં વિરેન્દ્રસિંહજી ચૌહાણના પુત્ર જય પ્રતાપના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે તેમના પિતા ટાટા સન્સના જેઆરડી ટાટાની નજીકના હતા. 1980ના દાયકામાં વિરેન્દ્રસિંહજીને ટાટા સન્સના 12 કે 13 શેર એલોટ થયા. 1998માં વિરેન્દ્રસિંહજીએ બેંગલુરૂમાં ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કર્યો અને જરૂરી પૈસા ભેગા કરવા માટે ટાટા સન્સના શેર વેચી દીધા. પરંતુ તેમણે એક શેર પોતાની પાસે રાખ્યો હતો. આ શેર આજે પણ તેમના પરિવારની પાસે છે.
ટાટા ગ્રુપનો કારોબાર
ટાટા ગ્રુપ દેશના સૌથી જૂના ઔદ્યોગિક ગૃહોમાંનું એક છે. તે ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક ગૃહ પણ છે. તેની પાસે બે ડઝનથી વધુ લિસ્ટેડ કંપનીઓ છે. તેનો બિઝનેસ નમકથી લઈને સ્ટીલ સુધી ફેલાયેલો છે. તેમાં ડ્યૂરેબલ્સ, ફાયનાન્સ, ઓટોમોટિવ, ટેલિકોમ અને મીડિયા, લાઇફસ્ટાઇલ, ફૂડ એન્ડ બેવરેજ, ટેક્નોલોજી, રિટેલ એન્ડ ઈ-કોમર્સ, ટ્રાવેલ, ઈન્ફ્રા, મેટલ અને એયરોસ્પેસ સામેલ છે. ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન 365 અબજ ડોલરથી વધુ છે. ટાટા ગ્રુપની કંપની ટીસીએસ દેશની સૌથી વેલ્યૂએબલ કંપની છે. ટાટા ગ્રુપની કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં શાનદાર રિટર્ન આપ્યું છે. તાજેતરમાં લિસ્ટ થયેલી ટાટા ટેક્નોલોજી સહિત ટાટા ગ્રુપની આઠ કંપનીઓએ એક વર્ષમાં પોતાની વેલ્યૂ ડબલ કરી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે