AHMEDABAD: અમદાવાદનો વિચિત્ર ચોર, માત્ર ગેસનાં બાટલા જ ચોરી કરતો હિસ્ટ્રી શીટર ઝડપાયો
Trending Photos
* વટવા પોલીસે હિસ્ટ્રીશીતર ની કરી ધરપકડ
* આરોપીએ 30 થી વધુ ચોરીને આપ્યો અંજામ
* અગાઉ પાસા પણ ભોગવી ચુક્યો છે આરોપી
* એરકુલર અને ગેસના બાટલા તથા મોબાઈલ ફોનની કરતો ચોરી
ઉદય રંજન/અમદાવાદ : 30 થી વધુ જગ્યાએ ખાસ ગેસના બાટલા ચોરી કરનાર આરોપી આખરે ઝડપાયો. આરોપી મૂળ હિસ્ટ્રીશીટર છે અને પોલીસના નાકે દમ લાવી દીધો હતો. આરોપીની સાથે ચોરીમાં મદદ કરનાર સગીર સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કોણ છે આ સાબિર બાટલો અને શું છે તેનો ગુનાહિત ઇતિહાસ તે જાણવું ખુબ જ રોચક હતું.
સાબિર ઉર્ફે બાટલો રંગરેજને લોકો પૂર્વ વિસ્તારમાં બાટલો નામથી ઓળખતા હતા. કારણ કે તે અનેક વિસ્તારોમાં માત્ર ગેસના બાટલાની જ ચોરી કરતો. એક સગીર સાથે મળીને તે ચોરી કરવા નીકળતો. સગીર વાહન પર સાબિર ઉર્ફે બાટલાને લઈ જાય અને આસપાસમાં ધ્યાન રાખતો અને સાબિર ગણતરીની મિનિટોમાં ગેસનો બાટલો ચોરી વાહન પર ફરાર થઈ જતો. મૂળ કિંમત થી ઓછી કિંમતમાં આ ગેસના બાટલા તે વેચી દેતો.
આરોપી પાસેથી પોલીસે 15 ગેસના બાટલા, એક એલસીડી ટીવી, એરકુલર, વેલ્ડીંગ મશીન અને ડ્રિલ મશીન સાથે ત્રણ મોબાઈલ ફોન મળી 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ વટવા, ઇસનપુર, નારોલ દાણીલીમડા જેવા વિસ્તારોમાંથી બે વર્ષ દરમિયાનમાં આ ચોરીઓને અંજામ આપ્યો છે. આ આરોપી અગાઉ પણ પોલીસ પકડમાં આવ્યો હતો અને પાસામાં પણ ધકેલાયો હતો. પણ ફરી બહાર પોતાના વિસ્તારમાં આવીને તેણે આ ચોરીઓને અંજામ આપવાનું શરૂ કરી દીધું.
આરોપી આ ચોરીનો મુદ્દામાલ વેચી પોતાના મોજશોખ પુરા કરતો. આટલું જ નહીં પણ તે પરિવારજનોને પણ આ જ ચોરીના મુદામાલ વેચી તેઓના શોખ પુરા કરાવતો. જેથી આગામી સમયમાં તેની સામે પાસા સહિતની કાર્યવાહી પણ કરાશે અને જો અન્ય કોઈ સાગરીત કે પરિવારના સભ્યો પણ સંડોવાયેલા હશે તો તે લોકો સામે પણ કાર્યવાહી કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે