સાવધાન! દિવાળી સમયે વધશે હાર્ટ એટેકના કેસ! આ અધિકારીના દાવાથી ગુજરાતમાં ખળભળાટ
રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તથા હાઈફિવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે. ત્યારે 108 ઈમરજન્સી સેવાના મુખ્ય અધિકારીએ ચોંકાવનારો મોટો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હ્રદય રોગના હુમલાથી અચાનક થતાં મોતના કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તથા હાઈફિવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે. ત્યારે 108 ઈમરજન્સી સેવાના મુખ્ય અધિકારીએ ચોંકાવનારો મોટો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે.
હ્રદય રોગના હુમલાની વાત કરીએ તો રાજ્યમાં દરરોજ કોઈને કોઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે, તો કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે. ત્યારે દિવાળી ટાણે હાર્ટ એટેકના કેસ વધી શકે છે. જી હા...108 ઈમરજન્સી સેવાના મુખ્ય અધિકારીએ દાવો કર્યો છે કે દિવાળી દરમિયાન હાર્ટ અટેકના કેસમાં 8 થી 11 ટકા વધી શકે છે. ચાલુ વર્ષે જ હાર્ટ અટેકના કેસ 25 ટકાનો ઉછાળો આવ્યો છે.
દિવાળી દરમિયાન હાર્ટ અટેકના કેસ 8થી 11 ટકા વધી શકે!
દિવાળી દરમિયાન હ્રદય રોગના હુમલાના કેસ વધી શકે છે. જી હા...108 ઈમરજન્સી સેવાના COOનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આ વર્ષે હાર્ટ અટેકના કેસ 25 ટકા જેટલા વધ્યા છે. દિવાળીમાં હાર્ટ અટેકના કેસ 8 થી 11 ટકા વધી શકે છે. દિવાળીમાં અકસ્માત તેમજ ટ્રોમાના કેસમાં પણ વધારો થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે