પાટણ નજીક બની રહ્યો છે 'જીવલેણ પ્લાન્ટ', જો બની ગયો તો પશુ, પક્ષી અને માનવ જીવન માટે બનશે ખતરા રૂપ

આ કેમિકલ પ્લાન્ટ બનવાથી પર્યાવરન તેમજ આમ પ્રજાને તકલીફનો સામનો કરવો પડશે. તેને લઈ ચાણસ્મા શહેર તાલુકા પર્યાવરણ બચાવ સમિતિ દવારા આ પ્લાન્ટનો વિરોધ કરી સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

પાટણ નજીક બની રહ્યો છે 'જીવલેણ પ્લાન્ટ', જો બની ગયો તો પશુ, પક્ષી અને માનવ જીવન માટે બનશે ખતરા રૂપ

ઝી બ્યુરો/પાટણ: ચાણસ્મા નજીક વેસ્ટ કેમિકલ ડંપિંગ પ્લાન્ટ બની રહ્યો છે. આ કેમિકલ પ્લાન્ટ બનવાથી પર્યાવરન તેમજ આમ પ્રજાને તકલીફનો સામનો કરવો પડશે. તેને લઈ ચાણસ્મા શહેર તાલુકા પર્યાવરણ બચાવ સમિતિ દવારા આ પ્લાન્ટનો વિરોધ કરી સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

નોર્થ ગુજરાત કેમિકલ વેસ્ટ ડંપિંગ  પ્લાન્ટ દવારા ચાણસ્માથી દોઢ કિલો મીટર ના અંતરે વેસ્ટ કચરો એકત્ર કરી રિસાયિકલિંગ કરવા યુનિટ નાખવા સામે વિરોધના વંટોળ ઉભા થવા પામ્યા છે અને આજે ચાણસ્મા તાલુકા અને શહેર દ્વારા કેમિકલ ડામ્પીંગ સાઈડનો સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. 

આ પ્લાન્ટ મા વર્ષે દરમ્યાન લાખો ટન કચરો લાવી તેને પ્રોસેસિંગ કરાશે. જેને લઈ માનવ જીવન અને પર્યાવરણને ભારે નુકશાન થવાની ભીતિ રહેવા પામી છે તો આ પ્લાન્ટને લઇને પશુ, પક્ષી સહીત માનવ જીવનને પણ ખતરા રૂપ બની શકે છૅ. સાથે આસપાસમાં રહેણાંક વિસ્તાર, શાળા આવેલ હોઈ તેમને પણ આ નુકશાન કારક બની રહે તેમ છૅ. જેને લઇ આ ડમપિંગ  સાઇટનો વિરોધ ઉગ્ર બન્યો  છે અને આ પ્લાન્ટ શરૂ થશે તો જમીન, પર્યાવરણ સાથે માનવ જીવન સામે પણ ખતરો ઉભો થશે માટે આ પ્લાન્ટને અહીં શરૂ ના કરવા અમારે જે લડત આપવી પડશે તે આપીશું પણ આ સાઈડ ચાલુ નહિ થવા દઈએ તે પ્રકારનો રોષ જોવા મળ્યો હતો.

આ પ્લાન્ટમાં અન્ય કેમિકલ સાથે મેડિકલ વેસ્ટ પણ ઠલાવવામાં આવશે જે આરોગ્યને ખુબ જ નુકશાન કારક છૅ સાથે આસપાસમાં ખેતરો આવેલ હોઈ તેના પાક ઉત્પાદન અને જમીનને પણ નુકશાન કરતા છૅ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news