Dahod: જિલ્લાના ખ્યાતનામ ચૂલનો મેળો તંત્ર દ્વારા મુલતવી રાખવામાં આવ્યો
Trending Photos
દાહોદ: જિલ્લા ના ઝાલોદ તાલુકા ના રણિયાર મા લોકો પોતાનિ માંનતા પુરી કરવા ધુળેટી ના દિવસે લોકો ધગધગતા અંગારામાં ચાલીને પોતાની માનતા પુરી કરે છે. દાહોદ જિલ્લો એક આદિવાસિ બાહુલ્ય ધરાવતો જિલ્લો છે . જેમા આદિવાસી સમાજનોનો સૌથી મોટો તહેવાર એટ્લે હોળી. દાહોદ જિલ્લાના આદિવાસિયો હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે. ત્યારે હોળીના ૫ દિવસ પહેલા એટ્લે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેલા યોજાતા હોય છે, જેમા સૌથી મોટો મેળો એટ્લે “ચુલનો મેલો' આ મેળો હોળીના બિજા દિવસ એટ્લે ધુળેટીના દિવસે ઉજવાય છે.
આ મેળો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી, કાલીગામ, ગરબાડા તાલુકાના ગાંગરડી, અને લીમખેડા તાલુકાના દુધિયામાં યોજાય જેમા લોકો મોટી સંખ્યામા જોડાય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને પગલે મેલાઆઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેને પગલે આ વખતે ચૂલ નો મેળ સાદાઈ થી યોજાયો હતો. દાહોદ જિલ્લામાં આમ તો આગિયારસથી લઇને પાંચમ સુધિ અનેક મેળાઓ યોજાય છે. પરંતુ ઝાલોદ તાલુકાના રણિયાર સરકારીમાં ધુળેટીના દિવસે ઉજવાતા ચુલના મેળાનું અનેરુ મહત્વ છે.
ચૂલનો મેળો રણિયાર સરકારી ગામના રણછોડ રાઇ મંદીરના પટાંગણમાં યોજાય છે. આ મેળામાં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવામા આવે છે. આ ચુલમા અંગારા કરવા માટે ગામના ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે. ત્યાર બાદ આ ચુલના મેળામાં સૌથી પહેલા ગામના લોકો દ્વારા ૫*૨.૫ હાથ ફૂટ લામ્બો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઉંડો ખાડો ખોદવામા આવે છે. આ ખાડામા સૌથી પહેલા લોકો પોતાની માંનતા પ્રમાણે હાથમા પાણીનો લોટો અને નાળિયેર લઇને સૌથી પહેલા થંડી ચુલ ચાલતા હોય છે. ત્યાર બાદ ગરમ ચુલ ચાલવામાં આવે છે . ત્યારે એજ ખાડામા સુકા લાક્ડા મુકીને સળગાવવામા આવ્તા હોય છે.
બાદ એક્દમ ધગધગ્તા અંગારા થઇ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદ્ડા વડે અંગારામાં ઘીની આહુતી આપતા હોય છે. આ ચૂલમાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચુલના ફેરા ફર્યા બાદ પોતાની માનતા પુરી કરવા માટે લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે. આ ચુલના મેળામાં ચાલતા લોકોને પગ્મા નથી તો છાલા પડ્તા કે નથી તો કોઇ બિમારી થતી. ત્યારે ઝાલોદ તાલુકાના રણીયારમાં ચુલના મેળામાં લોકો ધગ્ધગ્તા અંગારામાં ચાલીને પોતાની માંનતા પુરી કરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે