લોકસભા માટે ભાજપની નવી રણનીતિ : મિશન મોડમાં આવી ગયેલા ગુજરાત ભાજપે લીધો મોટો નિર્ણય

Gujarat Politics : લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપ અત્યારથી જ મિશન મોડમાં આવી ગયું છે... આ માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે 

લોકસભા માટે ભાજપની નવી રણનીતિ : મિશન મોડમાં આવી ગયેલા ગુજરાત ભાજપે લીધો મોટો નિર્ણય

Loksabha Elections હિતેન વિઠલાણી/અમદાવાદ : સી આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારી થયા બાદ ભાજપના સાતે સાત મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ કારોબારી અને કેન્દ્રીય પદાધિકારીઓની બેઠકમાં નક્કી કરવામાં આવેલ રણનીતિના અમલીકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે કે જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ જોઇનિંગ ટીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, એવા રાજ્યોમાં ક્લસ્ટર બનાવવામાં આવશે નહીં જ્યાં માત્ર 4 કે 5 લોકસભા બેઠકો છે.

લોકસભા ચૂંટણીને લઈને ભાજપ મિશન મોડમાં
લોકસભા ચૂંટણી માટે ભાજપ અત્યારથી જ મિશન મોડમાં આવી ગયું છે. આગામી દિવસોમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકોનું આયોજન કરવામાં આવશે. આગામી ચાર દિવસમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ અને ત્યાર બાદ 5 કે 6 જાન્યુઆરી સુઘીમાં મંડળ કક્ષાએ ભાજપની બેઠકો મળશે. લોકસભા પ્રચાર પ્રસારની ટીમ તૈયાર કરવામાં આવશે. રાજ્યમાં પણ પ્રચાર પ્રસાર માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે. 15 તારીખ થી 30 તારીખ સુધી લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે. 

જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે
આ ઉપરાંત અનુસુચિત જાતિના સત્રસંવાદ, અનુસૂચિત જનજાતિના જનસંપર્ક સંમેલન, ઘર ઘર સંપર્ક અને ઓબીસી સમાજના સંમેલન, કિસાન ગ્રામ પરિક્રમા યોજાશે. 26મી જાન્યુઆરીના રોજ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સરકારી યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટેના પ્રયત્નો મંડળ સ્તર સુધી કરશે. લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. દરેક રાજ્યની 3-4 લોકસભા બેઠકોને જોડીને એક ક્લસ્ટર બનાવવામાં આવશે. સાથે જ મોટો નિર્ણય એ લેવાયો કે, ભાજપ જેને લોકસભાના કન્વીનર તરીકે નિયુક્ત કરશે તે ચૂંટણી લડશે નહીં.

દરેક લોકસભામાં પ્રભારી અને કન્વીનર નિમાશે
ભારતીય જનતા પાર્ટી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે સતત મોટી યોજનાઓ બનાવી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ નક્કી કર્યું કે દરેક લોકસભા મતવિસ્તાર માટે એક લોકસભા પ્રભારી અને લોકસભા કન્વીનર બનાવવામાં આવશે. આ સિવાય પાર્ટી બૂથ સ્તર પર છેલ્લી ત્રણ ચૂંટણીઓનું વિશ્લેષણ કરશે અને દરેક રાજ્યમાં 3-4 લોકસભા સીટોને જોડીને એક ક્લસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમના માટે અલગથી ક્લસ્ટર ઈન્ચાર્જ પણ બનાવવામાં આવશે.

આ નિર્ણયોમાં સૌથી મોટી વાત એ છે કે જે પણ લોકસભા કન્વીનર બનશે તે ચૂંટણી નહીં લડે. જિલ્લા અને રાજ્ય કક્ષાએ જોઇનિંગ ટીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, એવા રાજ્યોમાં ક્લસ્ટર બનાવવામાં આવશે નહીં, જ્યાં માત્ર 4 કે 5 લોકસભા બેઠકો છે. પાર્ટી અધ્યક્ષ, ગૃહમંત્રી, રક્ષા મંત્રી ક્લસ્ટર માઈગ્રેશન અંતર્ગત બેઠક યોજશે. લોકસભામાં તેમની મુલાકાત અને બેઠક માટે વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાશે. વિધાનસભામાં રહેવા માટે રાજ્યના નેતાઓ પર ફરજ લાદવામાં આવશે. લોકસભા ચૂંટણી કાર્યાલય 30 જાન્યુઆરી પહેલા શરૂ થઈ જશે.

આ સિવાય સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મને મજબૂત બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દરેક રાજ્યમાં 50 સ્થળોએ યુવા, મહિલા, એસસી, એસટી સંમેલનનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભાજપે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે 'અબકી બાર 400 પાર’ નો નવો નારો આપ્યો છે. એવામાં બીજેપી એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી ને લક્ષ્ય પ્રાપ્ત કરવા રણનીતિ ઘડી પોતાના કાર્યકર્તા અને નેતાઓ ને નિર્દેશ આપ્યા તો તે જ સમયે, ઇન્ડિયા ગઠબંધન પણ નિયમિત બેઠકો યોજી રહ્યું છે. જોકે સીટ શેરિંગ અને પીએમ પદ માટેના ચહેરાને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news