દેશના નવા રેલવે મંત્રીએ ગાંધીનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :પીએમ મોદી આજે સાંજે ગાંધીનગર (Gandhinagar) માં કાયાકલ્પ થયેલા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. તે પહેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં હાજરી આપશે. રેલવે મંત્રી બન્યા બાદ અશ્વિની વૈષ્ણવ (ashwini vaishnaw) નો આ પ્રથમ પ્રવાસ છે. ત્યારે ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway station) નું નિરીક્ષણ કર્યુ હતું. સાથે જ સ્ટેશન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ કરી હતી.
રેલવે મંત્રીએ બેઠક કરી
રેલવે મંત્રીની સાથે રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ અમદાવાદ પહોંચ્યા છે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યકક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશે ગાંધીનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ના હસ્તે ભવ્ય ગાંધીનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ થવાનું છે. ત્યારે એ પહેલા અશ્વિની વૈષ્ણવે દેશના સૌપ્રથમ રી ડેવલોપ રેલ્વે સ્ટેશનને નિહાળ્યું હતું. તો રેલ મત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
It was a moment of pride to arrive at first of its kind, the world-class #Gandhinagar Capital Railway Station along with my colleague Smt. @DarshanaJardosh Ji. I took a tour of this latest attraction in Gujarat and also discussed the entire project with the concerned officers. pic.twitter.com/NIsHvddVH8
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 16, 2021
આ બેઠકમાં તેમણે કહ્યું કે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના મોડલને દેશભરના રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ માટે મોડલ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાની જેમ દેશના અન્ય સ્ટેશનોને પણ આ રીતે ડેવલોપ કરવા અંગે વિચારણા કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.
તો બીજી તરફ, ગાંધીનગર રેલવે સ્ટેશન પર મુકાયેલ સેલ્ફી પોઈન્ટ રેલવે મંત્રીની મુલાકાત પહેલા ગાયબ જોવા મળ્યું. તેથી રેલ મંત્રીને સેલ્ફી લેવા માટે કટ આઉટ મળ્યુ ન હતું. રેલવેના કર્મચારીઓ સવારે જ સેલ્ફી કટાઉટ હટાવી લીધુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે