'પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું, હવે હું ખુશ છું', પિતાની ફરિયાદ બાદ દીકરીનો VIDEO વાયરલ

ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીએ વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. આ નિવેદન સામે આવતાં જ સમગ્ર ઘટનાને એક નવો વળાંક આવી ગયો છે. આ ઉપરાંત માતા-પિતા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું હતું પણ હવે હું ખુશ છું. 

'પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું, હવે હું ખુશ છું', પિતાની ફરિયાદ બાદ દીકરીનો VIDEO વાયરલ

ઝી બ્યુરો/અમદાવાદ: ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીએ વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. આ નિવેદન સામે આવતાં જ સમગ્ર ઘટનાને એક નવો વળાંક આવી ગયો છે. આ ઉપરાંત માતા-પિતા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું હતું પણ હવે હું ખુશ છું. વીડિયોમાં યુવતીએ પિતાના આક્ષેપને નકારી કાઢ્યા છે અને કહ્યું કે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ઘણી ખુશ છું. મારા પેરેન્ટ્સ ખોટી ખોટી ફરિયાદ કરે છે. 

યુવતીએ જણાવ્યુ કે, “મેં મારી મરજીથી લગ્ન કર્યા છે હું ઘણી જ ખુશ છું. હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી. મારા માતા-પિતા જે આરોપ લગાવે છે કે હું કાંઈ લઈને ભાગી છું તો હું બાય ફ્લાઇટ અહીં આવી છું. તો તમે ઈચ્છો તો ત્યાં ચેકિંગમાં જોઈ શકો છો કે હું શું લઈને ભાગી છું.”

વીડિયોમાં દીકરીએ જણાવ્યુ છે કે, “ગયા મે મહિનામાં મારા પેરેન્ટ્સે મને ખૂબ જ મારી હતી. જેથી હું મદદ માટે મારા મિત્રના ઘરે જતી રહી હતી. પેરેન્ટ્સ મને ત્યાંથી પાછી લઈ આવ્યા હતા અને તેઓએ મને ઘરે લાવીને ફરીથી ઘણી મારી હતી. તેઓ મને ધમકી આપતા હતા કે અમે તને મારી નાખીશું. અમે પેરેન્ટ્સ છીએ તો તારી સાથે અમે કાંઈ પણ કરી શકીએ છીએ, અમે તને મારી નાખીશું, તારા બળજબરીથી લગ્ન કરાવી દઈશું. એટલે મને લાગ્યું કે મારે અહીંથી જવું પડશે.

તેમણે ઉમેર્યું હતું કે, મારા પેરેન્ટ્સ ખોટી ફરિયાદ કરે છે. હું મારી લાઈફમાં ઘણી જ ખુશ છું હું કોઈને હેરાન કરવા માંગતી નથી. પપ્પા પાસે બંદુક છે અને તે મને ધમકી આપે છે કે તું પાછી નહીં આવે તો તને મારી નાખીશું, તને બાળી નાખીશું. યુવતીએ જણાવ્યુ કે મારે તેમને મળવું નથી કે કાંઈ કરવું નથી મારે તેમને જોવા પણ નથી, આ પહેલા મારું જીવન મારા પેરેન્ટ્સે નર્ક જેવુ કરી દીધું હતુ પરંતુ હું અત્યારે સારી રીતે જીવું છું તો મને જીવવા દો. મારે કોઈને હેરાન નથી કરવા. મને ખુશ રહેવા દો અને તે પણ ખુશ રહે એટલી જ મારી વિનંતી છે.”

યુવતીને ભગાડી ગયા હોવાનો પિતાએ લગાવ્યો આક્ષેપ 
આ ઘટના બાદ જ્યારે અમે પોલીસ સ્ટેશન ગયા તો મેઘાણીનગર પોલીસે પણ ફરિયાદ લીધી નહોતી. મારી દીકરીનું બ્રેન વોશ કરવામાં આવ્યું છે. સવારે બહાર બોલાવી ઇસ્કોન સાથે સંકળાયેલા નિલેશ દેશવાની યુવતીને ભગાડી ગયા હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે. ગાઝિયાબાદ જઈને લગ્ન કરી હવે માતા પિતા સાથે વાત ન કરતા દેવાતા હોવાનો પણ પિતાએ આક્ષેપ લગાવ્યો છે. 

શું છે ઘટના?
સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા. અરજદારે તેમની પુત્રીને જાનનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો-ડ્રગ્સ અપાતું હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઈ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વઘુ સુનાવણી તા. 9મી જાન્યુઆરીએ રાખી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news