Sarong Revolution: પુરુષોની મર્દાના તાકાત ઘટાડવા માટે મહિલાઓએ રસ્તા પર લટકાવ્યા હતા 'ગંદા કપડાં'

આજે અમે તમને મ્યાંમારની મહિલાઓ દ્વારા કરાયેલી એક અનોખી સારોંગ ક્રાંતિ વિશે જણાવીશું જે તેમણે સૈન્ય શાસન વિરુદ્ધ કરી હતી. શું છે આ સારોંગ અને તેનો ઉપયોગ શાં માટે અને કેવી રીતે કરાયો હતો. 

Sarong Revolution: પુરુષોની મર્દાના તાકાત ઘટાડવા માટે મહિલાઓએ રસ્તા પર લટકાવ્યા હતા 'ગંદા કપડાં'

Myanmar Women Dress Sarong: હાલમાં જ મ્યાંમારમાં ડોક્ટર-નર્સ જેવા પ્રોફેશનવાળી મહિલાઓ દ્વારા મજબૂરીમાં વેશ્વાવૃત્તિ કરવાનાના સમાચારો સામે આવ્યા હતા. દેશની બગડેલી સ્થિતિને પગલે શિક્ષિત મહિલાઓએ આવા ખરાબ કૃત્યો કરવા પડી રહ્યા છે. જો કે મ્યાંમારમાં વેશ્યાવૃત્તિ ગેરકાયદેસર છે પરંતુ ડેટ ગર્લ્સની કમાણી ટીચર, ડોક્ટર નર્સની કમાણી કરતા ઘણી વધુ છે. એવું નથી કે મ્યાંમારની મહિલાઓએ પોતાના હક માટે અવાજ નથી ઉઠાવ્યો, કે અત્યાચારોનો વિરોધ નથી કર્યો. આજે અમે તમને મ્યાંમારની મહિલાઓ દ્વારા કરાયેલી એક અનોખી સારોંગ ક્રાંતિ વિશે જણાવીશું જે તેમણે સૈન્ય શાસન વિરુદ્ધ કરી હતી. 

પરંપરાગત કપડાં સારોંગ દ્વારા ક્રાંતિ
મ્યાંમારમાં મહિલાઓએ સૈન્ય શાસન વિરુદ્ધ પોતાના કપડાં સંબંધિત એક સ્થાનિક 'અંધવિશ્વાસ'નો ઉપયોગ કરીને આ 'સારોંગ ક્રાંતિ' કરી હતી.  હકીકતમાં મ્યાંમારમાં એવી માન્યતા પ્રચલિત છે કે જો કોઈ પુરુષ કોઈ મહિલાના 'સારોંગ' નીચેથી પસાર થાય તો તે પોતાની મર્દાના તાકાત ગુમાવી દે છે. અશુદ્ધ કપડાંને સારોંગ કહેવામાં આવે છે. જેની નીચેથી કોઈ પુરુષે પસાર થવું જોઈએ નહીં, નહીં તો સારોંગને પુરુષની ઉપર રાખવું જોઈએ. સારોંગ મ્યાંમારની મહિલાઓ દ્વારા કમરમાં પહેરાતું એક સ્કર્ટ જેવું કપડું હોય છે. 

લટકાવ્યા હજારો સારોંગ
વર્ષ 2021માં તખ્તાપલટ સમયે પોલીસકર્મીઓ અને સેનાના જવાનોને રહેણાંક વિસ્તારોમાં ઘૂસતા અને ધરપકડ કરતા રોકવા માટે મ્યાંમારના અનેક શહેરોમાં મહિલાઓએ પોતાના સેંકડો હજારો સારોંગ રસ્તાઓ પર લટકાવી દીધા હતા. પોલીસ અને સૈન્ય કર્મીઓમાં પણ એ અંધવિશ્વાસ ખુબ ઊંડી રીતે વ્યાપેલો હતો. જેના કારણે વિવિધ શહેરોના અનેક વિસ્તારોમાં પોલીસકર્મીઓએ ગલીઓમાં ઘૂસતા પહેલા સારોંગ કપડાને ઉતાર્યા અને પછી અંદર દાખલ થયા. તેના વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયા. 

સૈન્ય શાસન ખતમ કરવાની માંગણી
મ્યાંમારમાં તે વખતે ખુબ વિરોધ પ્રદર્શન થયા. આ પ્રદર્શનકારીઓની માંગણી હતી કે મ્યાંમારમાં સૈન્ય શાસનને સમાપ્ત કરવામાં આવે અને દેશની ચૂંટાયેલી સરકારના નેતાઓને છોડવામાં આવે. તેમાં લોકપ્રિય નેતા આંગ સાન સૂ ચી પણ સામેલ હતા. 

સારોંગ ક્રાંતિ અંગે મ્યાંમારમાં એવી સ્થિતિ હતી કે દરેક જગ્યાએ સારોંગ જોવા મળતા હતા. કેટલાક પ્રદર્શનકારી પુરુષો પોતાના માથા પર સારોંગ બાંધીને નિકળતા હતા તો છોકરીઓ પોતાના ખભે સારોંગ ઓઢીને નીકળતી હતી. જો કે સારોંગ અંગે એ માન્યતા પ્રતિકાત્મક રૂપમાં છે. આ અંધવિશ્વાસનું મૂળ કારણ એ છે કે સારોંગ મહિલાઓના શરીરના નીચલા ભાગને ઢાંકવા માટે પહેરવામાં આવે છે. બર્માની લેખિકા મિમી આયે એક ઈન્ટરવ્યુમાં બીબીસીને કહ્યું કે મહિલાઓને એક યૌન પ્રાણી કે લાલચ તરીકે જોવામાં આવે છે. જે કોઈ નબળા પુરુષને બરબાદ કરી શકે છે. આથી લોકોની એવી માન્યતા છે કે જો તે સારોંગ નીચેથી નીકળે કે તેના પર સારોંગ રાખવામાં આવે તો તેની મર્દાના તાકાત ઘટી જશે. 

જો કે પરંપરાગત રીતે સારોંગનો ઉપયોગ સૌભાગ્યના પ્રતિક તરીકે પણ કરવામાં આવે છે. એક સમયે યુદ્ધમાં જઈ રહેલા પુરુષો પોતાની માતાના સારોંગનો એક નાનકડો ટુકડો પોતાની સાથે લઈને જતા હતા. સારોંગ ક્રાંતિ જ્યારે થઈ તો તેના માટે સોશિયલ મીડિયા પર લખવામાં આવ્યું કે આ મહિલાઓને સશક્ત  કરવા અને વિરોધ કરવા જઈ રહેલી મહિલાઓની સાથે એકજૂથતા દર્શાવવાની એક રીત છે. એવો નારો પણ અપાયો હતો કે 'અમારો સારોંગ, અમારું બેનર, અમારો વિજય'. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news