ડુંગળી-બટાકા પકવતા ખેડૂતોને આજે મળી શકે છે સૌથી મોટા ખુશખબર, કેબિનેટમાં લેવાશે નિર્ણય
Cabinet Meeting: સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્ય સરકાર ડુંગળી અને બટાકાના ખેડૂતો માટે ટૂંક સમયમાં સહાય જાહેર કરશે. કેબિનેટ બેઠકમા ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતોને સહાય માટે બહાલી આપી છે. જેના કારણે કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકાર સૈદ્ધાંતિક મંજૂરી આપી શકે છે.
Trending Photos
Onion and Potato: રાજયમાં ડુંગળી અને બટાકાનું ઉત્પાદન કરતાં ખેડૂતો હાલ મુશ્કેલમાં મુકાયા છે. રાજ્યમાં બટાકા અને ડુંગળીનું મબલક ઉત્પાદન થયુ છે જેના કારણે વેચાણ ભાવમાં મોટો ઘટાડો થયો છે. હાલ માર્કેટમાં ડુંગળી અને બટાકા પાણીના ભાવે વેચાઈ રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે.
સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્ય સરકાર ડુંગળી અને બટાકાના ખેડૂતો માટે ટૂંક સમયમાં સહાય જાહેર કરશે. કેબિનેટ બેઠકમા ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતોને સહાય માટે બહાલી આપી છે. જેના કારણે કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકાર સૈદ્ધાંતિક મંજૂરી આપી શકે છે.
નોંધનીય છે કે, આજે (બુધવાર) મુખ્ચમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે, જેમાં ડુંગળી પકવતા લાખો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આવક બમણી કરવાની વાત તો બાજુ પર રહી, વાયરલ થઈ ડુંગળી પકવતા ખેડૂતની મહેનતની મજાક!
ઉલ્લેખનીય છે કે, દિનપ્રતિદિન જગતના તાતની હાલત વધુને વધુ કફોડી બનતી જાય છે. એક તરફ ડબલ એન્જિન સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે. બીજી તરફ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યાં. ખાસ કરીને શાકભાજી પકવતા ખેડૂતો હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે. વાતાવરણમાં સતત બદલાવને કારણે પાક પર પણ અસર પડી રહી છે. ત્યાં બીજી તરફ મોંઘવારીની માર પડતા પર પાટા સમાન છે.
ખાસ કરીને ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામાં આવતી હતી. આજકાલ ડુંગળી પણ ગરીબોની થાળીમાંથી છીનવાઈ ગઈ છે. ખાસ કરીને વાત કરીએ રાજ્યના રાજકોટ જિલ્લાની તો અહીં આવેલાં ગોંડલ તાલુકાના ખેડૂતોને ડુંગળીનો પુરતો ભાવ ન મળતા આખરે સાવ મફતના ભાવમાંજ સરકારને ચેક આપવાનો વારો આવ્યો છે.
રાજકોટના ગોંડલમાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે... કેમ કે ડુંગળીના ભાવ ન મળતાં ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે... હાલમાં સોશિયલ મીડિયામાં ખેડૂતની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે... જેમાં જોઈ શકાય છે કે તેણે 166 કિલોગ્રામ ડુંગળી વેચી... પરંતુ ખેડૂતના ભાગમાં માત્ર 10 જ રૂપિયા આવ્યા... જેના પરથી લાગે છે કે ખેડૂત સાથે ક્રૂર મજાક થઈ છે... મહત્વનું છે કે આ વખતે ડુંગળીના કિલોના ભાવે 2થી 4 જ રૂપિયા મળી રહ્યા છે... જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને આ વર્ષે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે... જગતના તાત તરીકે ઓળખાતો ખેડૂત જાય તો જાય ક્યાં?... તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે