સુરતમાં પતંગ ચગાવતા બાળકનું કરૂણ મોત; હાઈટેનશન લાઈનમાં દોરી ફસાતા ધડાકો, ગંભીર રીતે દાઝ્યો

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના સચીન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયું છે. ક્રિષ્ના નગરમાં 13 વર્ષીય પિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો, તે દરમિયાન હાઈટેનશન લાઈનમાં પતંગની દોરી લાગી જતાં ધડાકો થયો અને બાળક ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું છે.

સુરતમાં પતંગ ચગાવતા બાળકનું કરૂણ મોત; હાઈટેનશન લાઈનમાં દોરી ફસાતા ધડાકો, ગંભીર રીતે દાઝ્યો

ઝી બ્યુરો/સુરત: ઉતરાયણ પહેલા સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સામાન કિસ્સો ઘણી શકાય એમ છે. જાન્યુઆરીની શરૂઆત થતા જ બાળકો પતંગ ચગવવા લાગે છે. આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે. આવી જ અકસ્માતની ઘટના સુરતના સચિન જીઆઈડીસીમાં બની છે.

બાળકના મોતને લઈને પરિવારમાં આક્રંદ
સુરતમાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. 13 વર્ષીય પિન્સ નામનો બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી છે. સામે આવેલી વિગતો અનુસાર પતંગ ચગાવતા સમયે ભૂલથી બાળકનો હાથ વીજ વાયરને અડી ગયો હતો. જે બાદ કરંટ લાગતા બાળક પટકાયો હતો. પરિવારજનો બાળકને લઈ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે બાળકનું મોત નીપજ્યું છે. બાળકના મોતને લઈને પરિવારમાં આક્રંદ છવાયો છે.

હાઈટેનશન લાઈનમાં પતંગની દોરી લાગી જતાં થયો ધડાકો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. ક્રિષ્ના નગરમાં 13 વર્ષીય પિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો, ત્યારે હાઈટેનશન લાઈનમાં પતંગની દોરી લાગી જતાં ધડાકો થયો હતો. જેના કારણે કરંટ લાગતા બાળક ગંભીર રીતે દાઝી જતા તેણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતાં પરીવાર શોકમાં મગ્ન થયો હતો. આ ઘટના બાદ સચિન જીઆઇડીસી પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news