ભાજપનો ખેસ પહેર્યાંના 24 કલાકમાં ગાયક હેમંત ચૌહાણનો યુ ટર્ન, કહ્યું-હું તો અભિનંદન આપવા ગયો હતો
19 ઓગસ્ટના રોજ હેમંત ચૌહાણ, બંકિમ પાઠક સહિત અનેક કલાકારોએ ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપમાં જોડાયાના બે દિવસ બાદ ગાયક હેમંત ચૌહાણનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, હું ભાજપમાં જોડાયો નથી. હું તો બધા કલાકારોને અભિનંદન આપવા ત્યાં ગયો હતો.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :19 ઓગસ્ટના રોજ હેમંત ચૌહાણ, બંકિમ પાઠક સહિત અનેક કલાકારોએ ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે ભાજપમાં જોડાયાના બે દિવસ બાદ ગાયક હેમંત ચૌહાણનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, હું ભાજપમાં જોડાયો નથી. હું તો બધા કલાકારોને અભિનંદન આપવા ત્યાં ગયો હતો.
વીડિયો દ્વારા હેમંત ચૌહાણે કર્યો ખુલાસો
તેમણે ભાજપમાં ન જોડાવા અંગે એક વીડિયો દ્વારા કહ્યું કે, નમસ્તે, તમે સૌને મારે ચોખવટ કરવાની છે. આજે મીડિયામાં ભાજપમાં હું જોડવાની જાહેરાત થઈ છે. અમે કલાકારો છે. જ્યારે આવી રીતે જાહેરમાં આવો કાર્યક્રમ થતો હોય તો સીનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે તેથી જવુ પડે. આ પહેલા પાંચ વર્ષ પહેલા ચૂંટણીમાં મને ઉભા રહેવાની વાત કરી હતી, ત્યારે મેં ના પાડી હતી. મારું કામ ભજનનું છે. હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું. કોંગ્રેસ સમયે પણ મારા સન્માન થયા છે. અમે બધાને વધાવ્યા છે. અમારામાં ભેદભાવ ન હયો. હુ કોઈ પક્ષનો માણસ નથી. મીડિયામાં કોઈ ગેરસમજ થઈ હોય તો તે આપ જરા ધ્યાનનથી જોજો. હું પોતે જ બોલું છું કે ભાજપમાં હું જોડાણો છુ તેવી ગેરસમજ હોય તો માનતા નહિ. સીનિયર કલાકાર તરીકે અમે બધા સાથે મળીને અભિનંદન આપવા ગયા હતા. એટલે હું એ પક્ષમાં જોડાયો છું તેવુ તમે માનતા નહિ. હું તો બધાનો છું, કારણ કે કલાકાર કોઈ પક્ષનો ન હોય.
19 ઓગસ્ટના રોજ ભાજપમાં જોડાયા હતા
હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં ગુજરાતી કલાકારો, સ્ટાર્સ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે 19 ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા હતા. ભાજપ સદસ્યતા અભિયાનના ખાસ કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણીએ ગાયક હેમંત ચૌહાણને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ત્યારે ભાજપનો ખેસ પહેર્યાં ના 24 કલાકમાં હેમંત ચૌહાણે યુ ટર્ન લીધો છે. તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂકીને પોતે ભાજપમાં જોડાયા નથી અને બધા કલાકારોને અભિનંદન આપવા કાર્યક્રમમાં ગયા હતા તેવી વાત કરી છે. તેમણે ભાજપના જોડાયાની મીડિયામાં આવેલી વાતો પર ધ્યાન ન આપવા ચાહકોને અપીલ કરી છે. ત્યારે તેમના આ વીડિયોથી વિવાદ સર્જાયો છે.
ભાજપમાં જોડાયા સમયે શું કહ્યું હતું
19 ઓગસ્ટના રોજ ભાજપ સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં પહોંચેલા હેમંત ચૌહાણે કહ્યું હતું કે, અમને વર્ષોથી ભાજપ એટલા માટે ગમે છે. કારણ કે તેમણે હંમેશા લોકોનું સાંભળ્યું છે. જ્યાં લોકોનું કલ્યાણ થાય ત્યાં અમે સાથ આપીએ છીએ. આજે ગૌરવની લાગણી થાય છે કે ભગવો રંગની માનમર્યાદા, ઈજ્જત ભાજપે જાળવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે