ચીતરી ચઢે તેવી બીમારી, મહિલાની આંખમાંથી 40 ઈયળો નીકળી
આજના ટેકનોલોજીના સમયમાં અરેરાટી થઈ જાય તેવી બીમારીઓ લોકોને થઈ રહી છે. જેના નામ સુદ્ધા સાઁભળવામાં જીભ થોથરાઈ જાય તેવી નવી બીમારીઓ અને વાયરસ પૃથ્વી પર દેખાઈ રહ્યા છે. આવામાં સુરતની એક વૃદ્ધ મહિલાની આંખમાંથી ઓપરેશન કરીને 40 જેટલી ઈયળો કાઢવામાં આવી હતી.
Trending Photos
ઝી મી઼ડિયા/બ્યૂરો :આજના ટેકનોલોજીના સમયમાં અરેરાટી થઈ જાય તેવી બીમારીઓ લોકોને થઈ રહી છે. જેના નામ સુદ્ધા સાઁભળવામાં જીભ થોથરાઈ જાય તેવી નવી બીમારીઓ અને વાયરસ પૃથ્વી પર દેખાઈ રહ્યા છે. આવામાં સુરતની એક વૃદ્ધ મહિલાની આંખમાંથી ઓપરેશન કરીને 40 જેટલી ઈયળો કાઢવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સાગબારા તાલુકાના ઓપડવાવ વિસ્તારમાં દિતુબેન સુરજીભાઈ વસાવા રહે છે. તેઓ તેમના દીકરા સાથે રહે છે. લાંબા સમયથી તેમની આંખમાં ફોલ્લી થઈ હતી. જ્યાંથી લોહી નીકળતુ હતુ. આંખની પીડાથી બચવા તેઓ તડકામાં સૂઈ રહેતા હતા. પરંતુ પરિવારના ધ્યાને આ બાબત આવતા તેઓ માતાને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા માલૂમ પડ્યુ કે વૃદ્ધ દિતુબેનની આંખમા ઈયળો હતી.
એક-બે ઈયળ હોય તો સમજીએ, પણ વૃદ્ધાના આંખમાં વધુ ઈયળો હોવાનુ નિદાન થયુ હતું. જેથી તેમનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ઓપરેશન દરમિયાન તબીબો પણ ચોંકી ગયા હતા. કારણ કે, વૃદ્ધાના આંખમાંથી 40 જેટલી ઈયળો કાઢવામાં આવી હતી. આમ, વૃદ્ધાની આંખમા એટલો સડો પ્રસરી ગયો હતો કે તેને ઓપરેશનથી દૂર કરવામાં આવ્યો હતો.
વૃદ્ધાનુ ઓપરેશન કરનાર તેજશ હોસ્પિટલના ડો.ઉદય ગજીવાલાનુ કહેવુ છે કે, સારુ છે કે આંખનો સડો મગજ સુધી પ્રસર્યો ન હતો. નહિ તો વધુ નુકસાની થઈ હોત. આ જાણવા માટે અમે સિટી સ્કેન કર્યુ હતુ. પણ અમને તેમા રાહત મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે