ફરી ગુજરાતમાં બદલીનો ગંજીપો ચિપાયો! IPS મનોજ અગ્રવાલની બદલી, જાણો SMCનો ચાર્જ કોને સોંપાયો?
ગાંધીનગરથી બદલીના આદેશ છૂટ્યા છે. IPS મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે આર.બી.બ્રહ્મભટ્ટને SMC (સ્ટેટ મોનિરટિંગ સેલ)ના ADGP તરીકેનો વધારોનો હવાલો સોંપાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણીઓ પહેલા બદલીઓનો ગંજીપો ચિપાતો હોય છે, ત્યારે ફરી એકવાર ગાંધીનગરથી બદલીના આદેશ છૂટ્યા છે. IPS મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે આર.બી.બ્રહ્મભટ્ટને SMC (સ્ટેટ મોનિરટિંગ સેલ)ના ADGP તરીકેનો વધારોનો હવાલો સોંપાયો છે.
તેવી રીતે ડૉ.એસ.પી.રાજકુમારને SC-ST અને વીકર સેક્શનના ADGP તરીકેનો વધારોનો હવાલો અપાયો છે. તમને જણાવી દઈએ કે, આર.બી. બ્રહ્મભટ્ટ ગુજરાત સરકારના ટ્રબલ શૂટર તરીકેની ઇમેજ ધરાવે છે, તેમને સુરત પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનરની પોસ્ટ પણ મળી ચૂકી છે. જ્યારે મનોજ અગ્રવાલ અગાઉ રાજકોટ પોલીસ કમિશનર તરીકે હતા.
રિયાઝ સરવૈયાની મદદન પોલીસ કમિશ્ન, મુખ્ય મથક અને પૂર્વ મીની મુખ્ય મથક અમદાવાદ શહેરથી નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા ઓથોરિટી તરીકે બદલી કરવામાં આવી છે. આ સિવાય ખુશ્બુ ડી કાપડીયાની નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ તાલીમ કોલેજ જુનાગઢથી બટાલીયન ક્વાર્ટર માસ્ટર, રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-16 ભચાઉ તથા બી.એસ.વ્યાસની વિભાગીય પોલીસ અધિકારી, સાણંદ ખાતેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી સેલ ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે