હાથમાં આવે તે Eye Drops નો કરશો ઉપયોગ તો જુવાનીમાં આવી જશે અંધાપો.. કાળો મોતિયો થયા પછી સારવાર પણ નહીં કરે અસર
Eye Diseases Glaucoma or Black Cataract: એઈમ્સના તબીબોનું કહેવું છે કે આ બીમારી અજીબ છે. આંખમાં નાખવામાં આવતી દવા પણ આ બીમારીનું કારણ બની શકે છે. ગ્લૂકોમાની જાણકારી બહુ જ ઓછા લોકોને હોય છે. જેને ભારતમાં કાળા મોતિયાના નામે ઓળખવામાં આવે છે.
Trending Photos
Eye Diseases Glaucoma or Black Cataract: આંખ સાથે જોડાયેલી એક સર્વ સામાન્ય બીમારી એટલે ગ્લૂકોમા. જેને કાળો મોતિયો પણ કહેવામાં આવે છે. આ એક એવી બીમારી છે જે એકવાર જોઈ થઈ ગઈ તો અંધાપો લાવી શકે છે. અને એક ચોંકાવનારી વાત તો એ પણ છે કે જો એકવાર ગ્લૂકોમાા કારણે આંખની દ્રષ્ટિ જતી રહી તો તે પાછી નથી લાવી શકાતી. ગ્લૂકોમા એક સાયલેન્ટ બીમારી છે જેના લક્ષણ શરૂઆતમાં નજર નથી આવતા અને તે આંખમાં ધીમે-ધીમે વધતી રહે છે.
આ પણ વાંચો:
ગ્લૂકોમાના કારણે આંખની રોશની ધીમે-ધીમે જતી રહે છે. આજનું અત્યાધુનિક વિજ્ઞાન પણ આજ સુધી તેનો ઈલાજ નથી શોધી શક્યો. એઈમ્સના તબીબોનું કહેવું છે કે આ બીમારી અજીબ છે. આંખમાં નાખવામાં આવતી દવા પણ આ બીમારીનું કારણ બની શકે છે. ગ્લૂકોમાની જાણકારી બહુ જ ઓછા લોકોને હોય છે. જેને ભારતમાં કાળા મોતિયાના નામે ઓળખવામાં આવે છે. જેના વિશે જાણવું મુશ્કેલ છે.
આંખની આ બીમારી બાળપણ કે જવાનીમાં ક્યારેય પણ થઈ શકે છે. સમસ્યા એ છે કે આ બીમારીની શરૂઆતના લક્ષણો નજર નથી આવતા. આ બીમારીમાં મગજ સુધી કરંટ નથી પહોંચતો. એટલે આંખના સામે અંધારું રહે છે. કાંઈ જ દેખાતું નથી. એટલે કે આ બીમારી માણસને અંધાપો લાવી દે છે.
તબીબોના કહેવા અનુસાર આ બીમારી આઈ ડ્રોપ નાખવાથી વધી શકે છે. ઘણીવાર નાના બાળકોની આંખો લાલ થઈ જાય છે. એવામાં અને લોકો મેડિકલ સ્ટોર પરથી કોઈ પણ ડ્રોપ્સ લઈ લે છે . આ દવાના કારણે બાળકો કે મોટા ગ્લૂકોમાની ચપેટમાં આવી શકે છે. કોફીથી પણ આ કાળો મોતિયો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમના પરિવારમાં કોઈને આ સમસ્યા હોય તેમને આ બીમારી થવાની શક્યતા વધારે છે. ડાયાબિટીસ અને હાઈ બીપીના દર્દીઓમાં ગ્લૂકોમાનું જોખમ વધારે છે. યુવાનીમાં જો આંખનો પ્લસ કે માઈનસ નંબર જલ્દી વધી રહ્યો છે તો પણ તેમને કાળો મોતિયો હોવાની શક્યતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે