બે યુવકોની Love Story! 8 વર્ષ સુધી રહ્યાં રિલેશનમાં, આવી રીતે કર્યા લગ્ન
Viral Photo: તેલંગાનામાં સુપ્રિયો અને અભય વચ્ચે 8 વર્ષ સુધી રહ્યો સંબંધ હવે બન્નેએ લગ્ન કરી લીધા બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન એક ગે યુગલની મિત્ર સોફિયા ડેવિડ દ્વારા કરવામાં આવ્યા હતા, જે પોતે LGBTQ સમુદાયમાંથી છે.
Trending Photos
Gay couple Marriage: હૈદરાબાદના એક સમલૈંગિક જોડાને પોતાના પરિવાર અને નજીકના મિત્રની સાથે એક સમારોહમાં લગ્નના સંબંધમાં બંધાઈને વીંટીની આપ-લે કરવામાં આવી હતી અને તેને સત્તાવાર બનાવી દેવામાં આવી હતી.શનિવારે હૈદરાબાદની બહારના એક રિસોર્ટમાં ખાનગી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમાં બંગાળી અને પંજાબી લગ્નના રિવાજો થયા. કારણ કે કોલકાતાના સુપ્રિયો, એક પ્રીમિયર હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ ફેકલ્ટી સભ્ય છે અને એક મલ્ટીનેશનલ કંપનીના કર્મચારી અભય દિલ્લીના છે.
તેલંગાણામાં સમલૈંગિક પુરુષોના પ્રથમ લગ્ન
તેલંગાણાના સમલૈંગિક પુરુષોના પ્રથમ લગ્નમાં, સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગે તેમના લગભગ દાયકા-લાંબા સંબંધોને આગળ વધારવા લગ્ન કર્યા. સુપ્રિયોએ કહ્યું કે, તેમના લગ્નએ દરેકને એક મજબૂત સંદેશ આપ્યો છે કે, ખુશ રહેવા માટે કોઈની પરવાનગીની જરૂરત નથી. સમલૈંગિક પુરૂષોને તેલંગનાના પહેલા સમલૈંગિક જોડી માનવમાં આવી રહી છે. બન્નેની લવ સ્ટોરી 8 વર્ષ સુધી ચાલી હતી અને બન્નેએ રોયલ અંદાજમાં લગ્ન કર્યા.
રિસોર્ટમાં અભય અને સુપ્રિયોએ કર્યા લગ્ન
તેમણે જણાવ્યું કે આ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી શકાયું નથી પરંતુ સમારોહમાં પરિવારના લોકો અને મિત્રોએ હાજરી આપી હતી. 31 વર્ષના સુપ્રિયો અને 34 વર્ષના અભયના એક બીજા સાથે વીંટી પહેરાવી અને શનિવારે રિસોર્ટમાં યોજાયેલા વિવાહ સમારોહમાં એક બીજાનો સાથ નિભાવવાનો સંકલ્પ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે