'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમી વચ્ચે પડીને તતડાવ્યો અને પછી...

ગોરેલ ગામમાં આવેલ રેલ્વેફાટક સામે ખેતરમાં રહેતાં 25 વર્ષીય કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ભુરો કાંતીભાઇ ઠાકોરને થોડા સમય અગાઉ ગામમાં જ રહેતી સેજલ ઉફે રાધી સાથે પ્રેમસબંધ બંધાયો હતો. 

'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમી વચ્ચે પડીને તતડાવ્યો અને પછી...

બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લાના બોરસદ તારાપુર સ્ટેટ હાઇવે ઉપર આવેલા બોરસદના વેદાંત પાર્ટી પ્લોટ સામે રવિવારે રાત્રીના સમયે પ્રેમપ્રકરણને લઈને ગોરેલ ગામના એક યુવકને બોરસદના યુવકે ચપ્પાના સાતથી આઠ જેટલા ઘા ઝીંકી હત્યા કરી નાંખવાનો બનાવ સામે આવવા પામ્યો છે. આ અંગે બોરસદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ગોરેલ ગામમાં આવેલ રેલ્વેફાટક સામે ખેતરમાં રહેતાં 25 વર્ષીય કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ભુરો કાંતીભાઇ ઠાકોરને થોડા સમય અગાઉ ગામમાં જ રહેતી સેજલ ઉફે રાધી સાથે પ્રેમસબંધ બંધાયો હતો. બીજી બાજુ સેજલ ઉર્ફે રાધીની સગાઈ બોરસદ ગામમાં આવેલ તોરણાવમાતા સીમમાં રહેતાં વિશાલ ઉર્ફે બકી જયંતીભાઇ પરમાર સાથે નક્કી થઈ હતી. સગાઈ થયાં બાદ પણ સેજલ અને કમલેશ ઉર્ફે કમો વચ્ચે પ્રેમસબંધ ચાલુ જ હતો.

થોડાંક સમય પહેલાં આ પ્રેમસબંધ બાબતની જાણ સેજલના મંગેતર વિશાલ ઉર્ફે બકી જયંતીભાઇ પરમારને થઈ હતી. જેને લઈને સેજલ અને તેના મંગેતર વિશાલ વચ્ચે અવારનવાર બોલાચાલી તથા ઝઘડા થતાં હતાં. તે દરમિયાન રવિવાર રાત્રીના સાડા આઠેક વાગ્યાના સમયે સેજલ નોકરી ઉપરથી છુટીને ઘરે જતી હતી. તે વખતે મંગેતર વિશાલે સેજલને વારંવાર ફોન કર્યાં હતાં. પરંતુ, સેજલે ફોન ઉપાડ્યાં ન હતાં. થોડા સમય બાદ સેજલ અંજલી હોસ્પિટલથી થોડે દુર વેદાન્ત પાર્ટી પ્લોટ સામેથી પસાર થતી હતી. તે વખતે તેણીનો મંગેતર વિશાલ બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો અને તું મારો ફોન કેમ ઉપાડતી નથી ? તેમ કહીને ઉંચા અવાજે બુમો પાડી સેજલ સાથે ઝઘડો કર્યો હતો. 

તે દરમિયાન સેજલનો પ્રેમી કમલેશ બાઇક લઈને ત્યાં આવી ચડ્યો હતો અને તેણે તું સેજલ સાથે કેમ ઝગડો કરૂ છું? તેમ કહી વિશાલને ઠપકો આપ્યો હતો. જેને લઈને વિશાલ એકદમ ઉશ્કેરાઈ જઈ કમલેશ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા વિશાલે ખિસ્સામાંથી ચપ્પું કાઢી કમલેશ ઉપર હુમલો કરી ચપ્પાના સાતથી આઠ જેટલા ઘા ઝીંકી દીધાં હતાં .જેથી કમલેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો. 

જે બાદ વિશાલ કમલેશ ઉપર ચઢી જઈ તેને હાથ-પગ, માથા, કાન, છાતી તેમજ પેટના ભાગે ચપ્પાના ઘા ઝીંકતા આંતરડું પણ બહાર કાઢી નાંખ્યું હતું. આ જોઈને ત્યાં હાજર સેજલે બુમાબુમ કરી મુકતાં બે યુવકો દોડી આવ્યાં હતાં. જયારે વિશાલ ભાગી ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલ કમલેશને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર અર્થે બોરસદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ભુરો ઠાકોરને મૃત જાહેર કર્યાં હતો.

આ અંગે મૃતકના પિતા કાંતીભાઇ આશાભાઈ ઠાકોરે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિશાલ ઉર્ફે બકી જયંતીભાઇ પરમાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને બોરસદ શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. મુધવા તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી વિશાલ ઉર્ફે બકી જયંતીભાઇ પરમાર ઘરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોતે જ હત્યાનો ગુનો કર્યો હોવાની કબુલત કરી હતી. 

પોલીસે તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારનું કવર જપ્ત કર્યું છે. મંગળવારે પોલીસે આરોપીને સાથે રાખીને હત્યાના બનાવનું રીકન્ટ્રક્શન કર્યું હતું. જેમા આરોપી વિશાલએ કંઈ રીતે ઝઘડો કરીને કમલેશ પર હુમલો કર્યો અને કંઈ રીતે ચપ્પાના ઘા માર્યા તે બધી બાબતોને આવરી લઈ પોલીસે રીકન્ટ્રક્શન કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news