J&K: જમાત એ ઈસ્લામીના 60થી વધુ બેંક ખાતા સીઝ, 4500 કરોડની સંપત્તિ હોવાનો શક

આતંકવાદને ફંડિંગ કરવાના આરોપી અલગાવવાદી જમાત એ ઈસ્લામી પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રતિબંધ લગાવ્યાં  બાદ હવે આ આતંકવાદી સંગઠનના અત્યાર સુધી 350 સભ્યોની ધરપકડ  થઈ ચૂકી છે. જ્યારે 60થી વધુ બેંક  ખાતા સીઝ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તપાસમાં જમાત એ ઈસ્લામીની કુલ સંપત્તિ 4500 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આ સંગઠન 400 શાળાઓ, 350 મસ્જિદો અને એક હજાર મદરેસાઓ ચલાવે છે. 
J&K: જમાત એ ઈસ્લામીના 60થી વધુ બેંક ખાતા સીઝ, 4500 કરોડની સંપત્તિ હોવાનો શક

નવી દિલ્હી: આતંકવાદને ફંડિંગ કરવાના આરોપી અલગાવવાદી જમાત એ ઈસ્લામી પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રતિબંધ લગાવ્યાં  બાદ હવે આ આતંકવાદી સંગઠનના અત્યાર સુધી 350 સભ્યોની ધરપકડ  થઈ ચૂકી છે. જ્યારે 60થી વધુ બેંક  ખાતા સીઝ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તપાસમાં જમાત એ ઈસ્લામીની કુલ સંપત્તિ 4500 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આ સંગઠન 400 શાળાઓ, 350 મસ્જિદો અને એક હજાર મદરેસાઓ ચલાવે છે. 

સરકારે ભાગલાવાદી સમૂહ જમાત એ ઈસ્લામી જમ્મુ અને કાસ્મીરને કથિત રીતે રાષ્ટ્ર વિરોધી અને વિધ્વસંકારી ગતિવિધિઓ માટે ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ હેઠળ ગુરુવારે  પ્રતિંબધિત કરી હતી. ગત દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરની બેઠક બાદ ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિંબંધને લઈને નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. 

જમાત એ ઈસ્લામી જમ્મુ અને કાશ્મીર પર દેશમાં રાષ્ટ્રવિરોધી અને વિધ્વસંકારી ગતિવિધિઓમાં સામેલ થવાનો અને આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં હોવાનો આરોપ છે. સુરક્ષાદળોએ પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલા બાદ ભાગલાવાદી તાકાતો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી તથા જમાત એ ઈસ્લામી જમ્મુ અને કાશ્મીરના અનેક નેતાઓ અને સમર્થકોની ધરપકડ કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news