ટીમ ઈન્ડિયાની વિશ્વકપની જર્સી લોન્ચ, જાણો શું કહ્યું પૂર્વ કેપ્ટન ધોનીએ
ભારતીય ટીમ વિશ્વકપ-2019ની જસ્રી શુક્રવારે હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવી અને આ તકે પૂર્વ કેપ્ટન એમએસ ધોની, વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી, ટેસ્ટ વાઇસ કેપ્ટન રહાણે અને યુવા બેટ્સમેન પૃથ્વી શો હાજર રહ્યાં હતા.
Trending Photos
હૈદરાબાદઃ કપિલ દેવની ટીમે 1983માં લોર્ડ્સમાં સફેદ જર્સી પહેરીને વિશ્વકપ જીતવો મહેન્દ્ર સિંહ ધોની માટે પ્રેરણા બન્યો અને ફરી તેની આગેવાનીમાં ભારતે 2007 અને 2011માં અલગ-અલગ પ્રકારની બ્લૂ કરરની જર્સીમાં ટાઇટલ જીત્યા તથા તેને ભારતીય જર્સીની આ વિરાસતને ભાવી પેઢીને સોંપવા પર ગર્વ છે.
ભારતીય ટીમની વિશ્વકપ-2019ની જર્સી શુક્રવારે હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવી અને આ અવસર પર પૂર્વ કેપ્ટન ધોની, વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી, ટેસ્ટ વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે અને યુવા બેટ્સમેન પૃથ્વી શો હાજર રહ્યાં હતા.
ધોનીને પૂછવામાં આવ્યું કે, ભારતીય જર્સી તેને શું યાદ અપાવે છે, બે વખત વિશ્વચેમ્પિયને કહ્યું, આ હંમેશા મને તે વિરાસતની યાદ અપાવે છે, જે અમને મળી છે. માત્ર આ જ નહીં. પ્રત્યેક દ્વિપક્ષીય સિરીઝમાં રમવું, તમામ ફોર્મેટમાં નંબર વન પહોંચવું તે બધુ પ્રેરણાદાયી તત્વ સાથે જોડાયેલ છે.
🏏Team India unveils new jersey ahead of 2019 World Cup. The 2019 ICC World Cup is now less than 100 days away #CWC19 pic.twitter.com/t9VdEGMxLC
— Doordarshan Sports (@ddsportschannel) March 1, 2019
ધોનીએ સન્માન સાથે 1983ની કપિલની આગેવાનીવાળી ટીમ વિશ્વકપમાં જીતનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, જૂની યાદો તાજી કરવી સારૂ લાગે છે. વિશ્વકપ 1983 દરમિયાન અમે યુવા હતા. બાદમાં અમે વીડિયો જોયા કે ઉજવણી કઈ રીતે કરવામાં આવી હતી. અમે 2007 વિશ્વ ટી20નું ટાઇટલ જીત્યું. તે સારૂ છે કે, અમે તે વિરાસતને આગળ વધારી અને ભાવી પેઢીને સોંપી.
ધોનીએ કહ્યું, આશા છે કે નવી જર્સી ઘણા વિશ્વકપનો ભાગ બનશે, પરંતુ અમને અમારા સાતત્યતા પર ગર્વ છે. કોહલીએ આ તકે કહ્યું, આ જર્સીની સાથે એક મહત્વ અને સન્માન જોડાયેલું છે. તમામને તેનો અનુભવ થવો જોઈએ. તમારી અંદર જીતનું જનૂન જોવું જોઈએ. ત્યારે તમે આ જર્સીને હાસિલ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે