Corona Vaccination: હવે 45 વર્ષથી ઉપરના તમામ લોકોને મળશે રસી, બીમારીનું સર્ટિફિકેટ જરૂરી નથી
દેશમાં હાલ કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાન ચાલુ છે. ભારત સરકારે આજે કોરોના (Corona Virus) રસીકરણ પર મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોના રસી (Corona Vaccine) આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં હાલ કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાન ચાલુ છે. ભારત સરકારે આજે કોરોના (Corona Virus) રસીકરણ પર મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સમગ્ર દેશમાં પહેલી એપ્રિલથી 45 વર્ષની ઉપરના તમામ લોકોને કોરોના રસી (Corona Vaccine) આપવામાં આવશે. પછી ભલે કોઈ બીમારી હોય કે ન હોય. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સરકારનો દાવો છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં કોરોના રસી ઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી.
એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે લોકોએ ફક્ત પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરળતાથી સરકારી કે પ્રાઈવેટ સેન્ટર્સ પર રસી મળી શકશે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સની સાથે સાથે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45થી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પીડાતા લોકોને રસી અપાઈ રહી હતી. વ્યક્તિએ પોતાની બીમારીનું પ્રમાણપત્ર રજુ કર્યા બાદ રસીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ શકતી હતી.
It has been decided that from 1st April, the vaccine will open for everybody above 45 years of age. We request that all eligible should immediately register and get vaccinated: Union Minister Prakash Javadekar #COVID19 pic.twitter.com/RWoTORzYnW
— ANI (@ANI) March 23, 2021
જાવડેકરે કહ્યું કે અમને ખબર છે કે ભારતમાં રસીકરણ સારું અને ઝડપથી થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ચાર કરોડ 83 લાખ લોકોને રસી અપાઈ છે. જેમાંથી 80 લાખ લોકોને તો બીજો ડોઝ પણ મળી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ સાડા 32 લાખ લોકોને ડોઝ અપાયા છે. મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા થઈ. ટાસ્ક ફોર્સની સલાહના આધારે બે નિર્ણય લેવાયા છે. પહેલો નિર્ણય એ કે 1 એપ્રિલ બાદ 45 વર્ષની ઉપરના તમામ માટે રસી ઉપલબ્ધ રહેશે.
જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે રસી લગાવવા માટે 45 વર્ષથી ઉપરના વ્યક્તિએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરૂર નથી. 45થી ઉપરની ઉંમર છે તો રસી મળશે. તેમણે કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે ટાઈમિંગ વધારવા અંગેના નવા વિર્દેશ પર કહ્યું કે આ વૈજ્ઞાનિકોનો મત છે. તેમણે જણાવ્યું કે બીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જે રસી દરમિયાન 4 થી 6 સપ્તાહનો ગેપ હતો તેને હવે વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે કોવિશિલ્ડનો ડોઝ ચારથી આઠ સપ્તાહ સુધી લેવું ફાયદાકારક છે. આથી બધાને અપીલ છે કે જે પણ 45 વર્ષથી ઉપર છે તેઓ પોતાનું નામ રજિસ્ટર કરાવે અને એપોઈન્ટમેન્ટ લઈને રસી મૂકાવે.
As per the advice by scientists & world scientist bodies, 2nd dose can be administered b/w 4th & 8th week, particularly for COVISHIELD. We appeal that all above 45 should take vaccine as early as possible that will provide them shield against Corona: Union Minister P Javadekar pic.twitter.com/K08tysFgFz
— ANI (@ANI) March 23, 2021
અત્રે જણાવવાનું કે દેશમાં રસીકરણ (Corona Vaccination) અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. ત્યારે ફક્ત સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોવિડ રસી અપાઈ હતી. 1 માર્ચથી રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થયો તો 60 વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા અપાઈ અને આ સાથે 45 વર્ષથી 60 વર્ષના એવા લોકોને પણ રસી આપવામાં આવતી જેઓ કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. સરકારે આવા લોકો માટે બીમારીનું સર્ટિફિકેટ આપવું જરૂરી કર્યું હતું.
હવે જ્યારે 1 એપ્રિલથી રસીકરણ અભિયાનનો નવો તબક્કો શરૂ થશે તો તેમા બીમારીનું સર્ટિફિકેટ આપવું જરૂરી નહી રહે. કારણ કે 45 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને રસી આપવાની જાહેરાત કરાઈ છે. વાત જાણે એમ છે કે 9 ફેબ્રુઆરી બાદ દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. હાલ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે.
India reports 40,715 new #COVID19 cases, 29,785 recoveries, and 199 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 1,16,86,796
Total recoveries: 1,11,81,253
Active cases: 3,45,377
Death toll: 1,60,166
Total vaccination: 4,84,94,594 pic.twitter.com/Oab1eSZfHJ
— ANI (@ANI) March 23, 2021
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 40,715 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,16,86,796 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,11,81,253 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. જ્યારે 3,45,377 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 199 લોકોના જીવ લીધા. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,60,166 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 4,84,94,594 લોકોને રસી અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે