Maharashtra Govt Formation Live : ભાજપે આખરે તોડ્યું મૌન, પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે...

મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit  Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં શિવસેના (Shivsena)ના મોં સુધી આવેલો સત્તાનો કોળિયો ઝુંટવાઈ ગયો છે. 

Maharashtra Govt Formation Live : ભાજપે આખરે તોડ્યું મૌન, પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે...

મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit  Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં શિવસેના (Shivsena)ના મોં સુધી આવેલો સત્તાનો કોળિયો ઝુંટવાઈ ગયો છે. 

મહારાષ્ટ્રના આ ઘટનાક્રમ પછી પહેલાં એનસીપી અને શિવસેનાએ સાથે મળીને તેમજ કોંગ્રેસે અલગ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પક્ષની સ્પષ્ટતા કરી હતી અને ભાજપ પર અનેક આરોપ મૂક્યા હતા. હવે આ ઘટનાક્રમ વિશે ભાજપે પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે.

પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા 

  • ફડણવીસની આગેવાનીમાં જ અમે શ્રેષ્ઠ શાસન આપીશું
  • ફડણવીસના વડપણમાં જ મળી હતી જીત
  • સત્તા માટે સમાધાન કરનારા છત્રપતિ શિવાજીની વાત ન કરે તો જ યોગ્ય છે
  • સત્તા માટે મેચ ફિક્સ કરવામાં આવી હતી
  • શિવસેનાએ સ્વાર્થમાં 30 વર્ષ જુનું ગઠબંધન તોડ્યું
  • જે બાળાસાહેબ ઠાકરેના આદર્શને જીવંત નથી રાખી શક્યા તેમના વિશે મારે કંઈ નથી કહેવું
  • દેશની આર્થિક રાજધાની પર કબજો કરવાનો પ્રયાસ નિષ્ફળ થયો
  • મહારાષ્ટ્ર દેશનો મોટો પ્રદેશ અને મુંબઈ દેશની આર્થિક રાજધાની
  • શિવસેનાને પણ જીતાડવામાં બીજેપીનો હાથ
  • આ ચૂંટણીમાં જનાદેશ બીજેપી-શિવસેનાને મળ્યો

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news