UP પંચાયત ચૂંટણીની મતગણતરી પર રોક લગાવવાની સુપ્રીમે ના પાડી, કહ્યું-આ નિયમોનું કરવું પડશે પાલન
સુપ્રીમ કોર્ટે શનિવારે યુપી પંચાયત ચૂંટણીના મતોની ગણતરી ટાળવા માટે કરાયેલી અરજી પર સુનાવણી કરી.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શનિવારે યુપી પંચાયત ચૂંટણીના મતોની ગણતરી ટાળવા માટે કરાયેલી અરજી પર સુનાવણી કરી. કોર્ટે મતગણતરી પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો અને કાઉન્ટિંગ સેન્ટર્સની બહાર કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન કરવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ દ્વારા અપાયેલા આશ્વાસન બાદ મત ગણતરી શરૂ કરવાની મંજૂરી આપી છે.
મતગણતરી કેન્દ્રો પર નિયમોનું ચુસ્ત પાલન
અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતગણતરી દરમિયાન કે મતોની ગણતરી બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કાઢવાની મંજૂરી અપાવી જોઈએ નહીં. કોર્ટે કહ્યું કે મત ગણતરી કેન્દ્રો પર એન્ટ્રી પહેલા અધિકારીઓ, ઉમેદવારો અને એજન્ટોએ કોવિડ 'નેગેટિવ' રિપોર્ટ રજુ કરવો પડશે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચને સંબંધિત અરજીઓ પર અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા સુનાવણી પૂરી થાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્રોનું સીસીટીવી ફૂટેજ સંરક્ષિત રાખવાના નિર્દેશ આપ્યા છે.
Supreme Court allows the process of counting of votes of Uttar Pradesh Gram Panchayat polls starting tomorrow while taking into note the assurance given by the State Election Commission that necessary measures will take place at counting centers in terms of #COVID19 guidelines. pic.twitter.com/hUWjsrP7pH
— ANI (@ANI) May 1, 2021
75 જિલ્લામાં ચાર તબક્કામાં થઈ ચૂક્યું છે મતદાન
ઉત્તર પ્રદેશના 75 જિલ્લામાં ચાર તબક્કામાં પંચાયત ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે. પહેલા તબક્કામાં 15 એપ્રિલ, બીજા તબક્કામાં 19 એપ્રિલ, ત્રીજા તબક્કામાં 26 એપ્રિલ, 29 એપ્રિલે ચોથા તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. રાજ્યોમાં ચાર તબક્કામાં ગ્રામ પંચાયત પ્રધાનના 58194, ગ્રામ પંચાયત સભ્યના 731813, ક્ષેત્ર પંચાયત સભ્યના 75808 અને જિલ્લા પંચાયત સભ્યના 3051 પદો માટે મતદાન થયું હતું. જેમાંથી કેટલાક પદો પર તો નિર્વિરોધ સભ્યો ચૂંટાઈ પણ આવ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે યુપી સરકારને પંચાયત ચૂંટણી પ્રક્રિયા 25 મે સુધીમાં પૂરી કરવાનું કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે