VIDEO: શ્રીનગરના લાલ ચોક પહોંચ્યા મોદીના મંત્રી, દિલ ખોલીને મળ્યા લોકો, ફુલ પણ આપ્યા
નકવી લાલ ચોક પર થોડા સમય માટે રોકાયા ત્યાં તેમણે સ્થાનિક લોકો અને દુકાનદારો સાથે ચર્ચા કરી હતી. તેમણે લોકોની તે સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો, જેનો તે સામનો કરી રહ્યાં છે.
Trending Photos
શ્રીનગરઃ કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) બુધવારે શ્રીનગરના (Srinagar) લાલ ચોક (Lal Chowk) પહોંચ્યા અને તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. નકવી લાલ ચોક પર થોડા સમય માટે રોકાયા ત્યાં તેમણે સ્થાનિક લોકો અને દુકાનદારો સાથે ચર્ચા કરી હતી. તેમણે લોકોની તે સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો, જેનો તે સામનો કરી રહ્યાં છે.
નકવીએ કહ્યું, 'સકારાત્મક માહોલ છે અને સરકાર લોકો વચ્ચે સંવાદ સ્થાપિત કરી સકારાત્મકતા ફેલાવી રહી છે. તેમણે કહ્યું, અમે પરિવર્તનનું એક મજબૂત વાતાવરણ બનાવવા માટે કામ કરી રહ્યાં છીએ.'
કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કાશ્મીરને કોઈની નજર લાગી ગઈ હતી અને ભ્રષ્ટાચાર તથા કુવ્યવસ્થાને કારણે કેન્દ્રીની યોજના કાશ્મીર સુધી પહોંચી શકતી નહતી, પરંતુ હવે ફેરફાર થઈ રહ્યો છે. કેન્દ્રના પૈસા પહોંચી રહ્યાં છે અને વિકાસ થઈ રહ્યો છે. શ્રીનગરના હરવાનમાં ખંડ વિકાસ કાર્યાલયમાં મંગળવારે એક જનસભાને સંબોધિત કરતા નકવીએ કહ્યું, 'કાશ્મીર વિશે કહેવામાં આવ્યું છે કે, 'ગર ફિરદોસ બર રૂયે જમી અસ્ત/હમી અસ્તો હમી અસ્તો હમી અસ્તો' (ધરતી પર ક્યાંય સ્વર્ગ છે તો અહીં છે અહીં છે અહીં છે).' આ ધરતીના સ્વર્ગને છેલ્લા ઘણા દાયકાથી ભ્રષ્ટાચારે નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ કલમ 370 હટ્યા બાદ આજે કાશ્મીરમાં વિકાસ અને વિશ્વાસનો મજબૂત માહોલ છે.
#WATCH J&K: Union Minister MA Naqvi meets and interacts with locals at Lal Chowk in Srinagar, he says, "There is a positive environment, we are spreading this positivity among other people too by communicating with them. We're working to create a strong environment of change". pic.twitter.com/bNt6MtgdFH
— ANI (@ANI) January 22, 2020
નકવીએ કહ્યું, 'કલમ 370ના ખાતમાંથી કાશ્મીરના લોકોની આંખમાં ખુશી, જિંદગીમાં સમૃદ્ધિ નક્કી થઈ છે. અનુચ્છેદ 370ના ખાતમા બાદ જમ્મૂ-કાશ્મીરના 24 હજાર યુવાઓને રોજગાર આપવામાં આવ્યો છે. સાંબા તથા અવંતીપોરામાં બે એમ્સની સ્થાપના કરવામાં આવી રહી છે. પાંચ નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે તથા તેમાં સીટોની સંખ્યા વધારીને 500 કરી દેવામાં આવી છે. લગભગ 7.50 લાખ લોકોને વિભિન્ન પેન્શન યોજનાઓનો લાભ મળ્યો છે.'
નકવીએ કહ્યું, 'આયુષ્માન ભારત યોજના હેઠળ કાશ્મીરના લગભગ 15 લાખ લોકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ હેઠળ 8.20 લાખ કિસાનોને લાભ આપવામાં આવ્યો છે. જન ધન યોજનાનો લાભ 23.26 લાખ જરૂરીયાતોને પહોંચાડવામાં આવ્યો છે. આશરે 1.50 લાખ વિદ્યાર્થીઓને વિભિન્ન શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે