કાતિલ ઠંડીમાં ગરમાવો આપશે આ 6 પ્રકારની ચા, બનાવશો તો મહેમાન પણ થઈ જશે ખુશ

દુનિયાભરના દેશોમાં સૌથી વધુ ચા ભારતમાં પીવાય છે. એમાંય વાત આવે જ્યારે ગુજરાતીઓની તો ચા દરેક ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. હાલ કડકડતી ઠંડી પડી રહી છે, એવામાં ચા ની ચુસ્કી તમને ગરમાવો આપશે. અલગ-અલગ છ પ્રકારની ચા ની રેસિપી પણ અહીં આપવામાં આવી છે.

 

કાતિલ ઠંડીમાં ગરમાવો આપશે આ 6 પ્રકારની ચા, બનાવશો તો મહેમાન પણ થઈ જશે ખુશ

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે તમે આદુ, ઈલાયચી, તુલસી, ફુદીના વાળી ચા પીતા હશો. એમા પણ કડકડાતી ઠંડીમાં આ ચા પીવાની મજા જ કઈક અલગ હોય છે. પણ અમે તમને એવી અદભૂત છ પ્રકારની ચા બનાવતા શીખવાડવાના છીએ. જે તમે એક વખત બનાવશો તો ના માત્ર તમે અને તમારા ઘરના લોકો પ્રફૂલ્લિત થઈ જશે પણ મહેમાન પણ તમારા વખાણ કર્યા વગર નહીં રહી શકે.
Masala Tea 
તજ પત્તા - 1
તજનો નાનો ટુકડો
કાળા મરી - 5 દાણા
વરિયાળી - એક ચમચી
ઈલાયચી - 1
લવિંગ - 2
આદુ - 1 ઈંચ
ચાના મસાલાની તમામ સામગ્રી એકઠી કરી તેને જીણો ભૂક્કો કરી નાંખવો.(આ મસાલામાં આદુનો ટુકડો પાછળથી પણ નાખી શકો છો.) હવે તપેલીમાં તમારા માપ મુજબનું પાણી લઈ તેમાં માપ મુજબ ચા પત્તી નાખો. પાણીને ઉકળવા મૂકો, થોડું પાણી ગરમ થાય તરત જ ચાનો મસાલો તેમાં નાખો. 3 મિનિટ પાણીને ઉકળવા દો. પાણી ઉકળી જાય અને મસાલો મિક્સ થઈ તેમાં સુગંધ આવવા લાગશે. બાદમાં તેમાં એક કપ દૂધ નાખવું અને 2 કે 3 મિનિટ ફરી ઉકળવા દેવું. બાદમાં ખાંડ નાખી દેવી અને થોડીવારમાં ગેસને બંધ કરી કપમાં કાઢી લેવી. મસાલા ચા રેડી છે હવે પીવાની મજા માણો.


Lemon Tea
ઈલાયચી - 1
આદુનો ટુકડો - 1 ઈંચ
કાળા મરી - 6થી 8
આ તમામ સામગ્રીનો વ્યવસ્થિત ભૂક્કો કરી દેવો. તપેલીમાં એક કપ પાણી નાખી દેવું તેમાં સામાન્ય કરતા ઓછી ચાની ભૂક્કી નાખવી અને પછી ખાંડેલા ઈલાયચી, આદુનો ટુકડો અને કાળા મરી નાખી દેવા. થોડુ ઉકળવા દેવુ અને પછી ગેસ બંધ કરી દેવો. આ ઉકાળેલી ચાને કપમાં નાખી તેમાં લીંબુ(તમારી પસંદ મુજબની માત્રામાં) નાખી દેવુ. જરુર લાગે તો ખાંડ નાખવી. જેને દૂધવાળી ચા પવી પસંદ નથી તેના માટે આ લેમન ટી બેસ્ટ ઓપ્શન.

Special Tea
આદુનો ટુકડો - 2 ઈંચ
ઈલાયચી - 2
આ બંને વસ્તુને ક્રશ કરી દેવી. તપેલીમાં એક કપ પાણી નાખી ઉકાળવું. ચાની ભૂક્કી જેટલી સ્ટ્રોંગ પીવી હોય તેટલી નાંખવી અને સાથે ખાંડ પણ માપ મુજબ નાખવી. તેમાં આદુનો ટુકડો અને ઈલાયચીનો ભૂક્કો નાખવો. તેમાં દૂધ નાખવું અને ઉકળવા દેવુ. ચાને થોડી થોડીવાર ચમચાથી હલાવવું. ચાને વધુ ઉકાળવાની નથી જેવો ઉભરો આવે કે ચાને કપમાં નાખી લો. સ્પેશિયલ ચાને વધુ સ્પેશિયલ બનાવવા તેના ઉપર કેસર નાખો.

Irani Tea
એક કપ દૂધને ગરમ કરવાનું, લો ફ્લેમ પર 8થી 10 મિનિટ ઉકાળવાનું, મલાઈ કાઢવી નહીં. હવે આ દૂધવાળા પેનને અલગ લઈ બીજા પેનમાં પાણી લઈ તેમાં ચાની ભૂક્કી નાખવો અને પછી માપ મુજબ ખાંડ નાંખવી. જેવી ચાની ભૂક્કી સાથે પાણી ઉકળી જાય કે તેને કપમાં ગાળી લેવી બાદમાં એજ કપમાં ક્રીમવાળુ ઉકાળેલું દૂધ નાખવું અને તેના ઉપર મલાઈ નાખવી. (ઈરાની ટી અનેક રીતે બને છે આ સૌથી સરળ રીત છે)

Black Tea
એક તપેલીમાં એક કપ પાણી, અડધી ચમચી ચાની ભૂક્કી અને ખાંડ નાખવી અને પાણીને ઉકળવા દેવુ. આ ચાને વધુ ઉકાળવાની નથી. સામાન્ય કલર આવી જાય એટલે ઉકાળવી. જેને એસેડિટીની તકલીફ હોય તેના માટે બ્લેક ટી સૌથી શ્રેષ્ઠ છે. આદુ સહિતના અન્ય મસાલા નાખવાની કોઈ જરૂર નથી.
Image preview
Ice Tea
એક તપેલીમાં પાણી ઉકળવા મૂકવું. તેમાં ચાનો ભૂક્કો નાખવો, ખાંડ માપ મુજબ ઉકળતા પાણીમાં નાખવી,પાણી યોગ્ય ઉકળવા દેવુ. એક કપમાં લીંબુની 4 સ્લાઈસ નાખવી. થોડા ફૂદીનાના પાંદડા જીણા કટકા કરી નાખવા. અને તેના ઉપર ચાનું પાણી નાખવુ, બાદમાં એક બરફનો ટુકડો નાખવો. ઉનાળામાં આઈસ ટી સર્વશ્રેષ્ઠ પીણું બની શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news