રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર ઓશિકા નીચે મૂકી દેજો લસણની કળીઓ, પછી જુઓ કેવો થાય છે 'જાદુ'?
લસણનો ઉપયોગ રસોડામાં રસોઈમાં સ્વાદ વધારવા માટે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોવાના કરાણે શરીર સ્વસ્થ રાખવા માટે તો થતો જ હોય છે પરંતુ શું તમે લસણની કળીને ઓશિકા નીચે મૂકવાથી કેટલાક ફાયદા થતા હોય છે તે વિશે જાણો છો?
Trending Photos
લસણ રસોડામાં ઉપયોગમાં લેવાતી એક મહત્વપૂર્ણ સામગ્રી છે. દરેકના ઘરમાં લગભગ લસણ મળી રહેતું હોય છે. લસણ અનેક ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે જે આપણને બીમારીથી બચાવે છે. આ જ કારણ છે કે આજે પણ લસણનો ઉપયોગ અનેક ઔષધીય ઉપાયો માટે થાય છે.
ઓશિકા નીચે મૂકવાથી ફાયદા
લસણ સ્વાદ તો વધારે છે અને ઔષધીય ગણો પણ ધરાવે છે પણ શું તમને તેના વિશે એ વાત ખબર છે કે લસણને ઓશીકા નીચે મૂકવાથી કેટલાક ફાયદા પણ થાય છે. હિન્દુ ધ્મમાં આપણે આર્થિક લાભ માટે સૂતા પહેલા તકીયા નીચે એવી વસ્તુ રાખવી જે લાભ કરાવી શકે એવું તો સાંભળ્યું હશે. લસણ પણ ફાયદો કરાવે છે પણ થોડું અલગ રીતે. તેમાં રહેલું ઝિંક અને સલ્ફર તમારી ઊંઘ ન આવવાની, થાક, ઝિંકની કમી અને ખરાબ સપના જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. જાણો સૂતા પહેલા ઓશિકા નીચે લસણ મૂકી રાખવાથી શું ફાયદા થઈ શકે.
રાતે સારી ઊંઘ આવે
આજકાલ અનેક લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડિત હોય છે. જેનાથી તેમને અનેક પ્રકારની બીમારીઓનું જોખમ રહેલું છે. આ સમસ્યાથી પીડાતા લોકો વધુ તણાવગ્રસ્ત પણ રહેતા હોય છે. જેની સંપૂર્ણ સ્વાસ્થ્ય પર અસર પડે છે. એવા પણ અનેક લોકો જોવા મળશે જે રાતના વારંવાર જાગે છે. આથી આવી સમસ્યાવાળા લોકો માટે લસણ ખુબ ઉપયોગી છે. જો તમે આ સમસ્યાથી પીડાતા હોવ તો સૂતા પહેલા ઓશિકા નીચે લસણની 1-2 કળી રાખો તો તેમાંથી નીકળતી લસણની સ્મેલ સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.
મૌસમી બીમારીઓથી બચાવે
લસણ એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે અને તેની તીખી સુગંધ આપણા શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. શરદી ઉધરસ જેવી મૌસમી બીમારીઓથી બચવા માટે ઓશિકા નીચે લસણ રાખીને સૂઈ જાઓ.
મચ્છર કીડા રોકે
રાતના સમયે મચ્છરો અને કીડાનો પ્રકોપ વધુ હોય છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે. ઊંઘ પૂરી ન થાય એટલે થાક લાગે. આથી જો તમે રાતે સૂતા પહેલા ઓશિકા નીચે લસણ રાખીને સૂઈ જાઓ તો મચ્છરો અને કીડાની સમસ્યા થશે નહીં. કારણ કે મચ્છરો અને કીડાને લસણની તેજ ગંધ ગમતી નથી. જેથી કરીને રાતે શાંતિથી ઊંઘ આવી શકે છે.
ખરાબ સપના નહીં આવે
આ વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગે પરંતુ સાચુ છે. રાતે ઓશિકા નીચે લસણ રાખીને સૂઈ જવાથી તમને ખરાબ સપના આવવાની સંભાવના ઘટી જશે. કારણ કે એવું કહેવાય છે કે લસણમાં નકારાત્મક ઉર્જાને શોષી લેવાની ક્ષમતા છે. આવામાં તકીયા નીચે લસણ રાખીને સૂઈ જવાથી આજુબાજુ સકારાત્મક ઉર્જા રહેશે. તેના કારણે ખરાબ સપના અને ચિંતા કે ડરથી બચી શકશો.
Disclaimer:
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે