7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ
Shukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભોગ, આકર્ષણ, ધન-એશ્વર્યનો કારક માનવામાં આવે છે. આ સાથે તેમને દૈત્યોના ગુરૂ પણ માનવામાં આવે છે. તેવામાં શુક્રના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક કે નકારાત્મક પડે છે. જે રીતે શુક્ર એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ રીતે એક ચોક્કસ સમય બાદ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર પણ દરેક 12 રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે શુક્ર રેવતી નક્ષત્રમાં બિરાજમાનછે. તો 25 એપ્રિલે સવારે 12 કલાક 7 મિનિટ પર અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યાં પર 5 મે સુધી રહેશે. તેવામાં આ 10 દિવસ દરમિયાન કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આવો જાણીએ શુક્રના અશ્વિની નક્ષત્રમાં જવાથી કયાં જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
વૈદિક જ્યોતિષના 27 નક્ષત્રોમાંથી પ્રથમ નક્ષત્ર અશ્વિની માનવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી કેતુ માનવામાં આવે છે અને દેવતા અશ્વિની કુમાર માનવામાં આવે છે. કેતુને શુક્ર ગ્રહનો મિત્ર માનવામાં આવે છે. તેવામાં શુક્રના કેતુના નક્ષત્રમાં આવવાથી કેટલીક રાશિઓની નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. આ સાથે તેને કામના સિલસિલામાં વિદેશ યાત્રાની તક મળી શકે છે. વેપાર અને નોકરીમાં પણ ખુબ લાભ મળી શકે છે.
મેષ રાશિ
શુક્ર નક્ષત્ર પરિવર્તન કરી આ રાશિના પ્રથમ ભાવમાં રહેશે. તેવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. પ્રોફેશનલ ક્ષેત્રમાં પ્રગતિનો યોગ જોવા મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે, જેનાથી તમને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. તમારા વ્યક્તિત્વમાં ફેરફાર જોવા મળી શકે છે. પ્રગતિની નવી તક મળશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તોશુક્રનું અશ્વિની નક્ષત્રમાં જવું લાભકારી સાબિત થઈ શકે છે. મોજશોખમાં વધારો થશે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બચત કરવામાં સફળ થશો. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારી ઠીક થઈ શકે છે.
મિથુન રાશિ
શુક્રનું અશ્વિની નક્ષત્રમાં જવું આ જાતકો માટે સારૂ સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અને સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. આ સાથે નોકરીમાં શાનદાર પ્રદર્શન કરવાને કારણે તમને પગાર વધારો કે પ્રમોશન મળી શકે છે. કામના સિલસિલામાં વિદેશ જવાનું થઈ શકે છે. વેપારમાં પણ લાભ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે આવકની સાથે બચત કરવામાં સફળ થશો. મહેનતનું ફળ તમને મળશે. તેવામાં તમને બોનસ કે પછી ઈન્સેટિવ મળી શકે છે. લવ લાઇફની વાત કરીએ તો એકબીજાને સારી રીતે સમજશો.
કન્યા રાશિ
શુક્રના અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આ રાશિના જાતકોને પ્રમોશન સિવાય નવી તક મળી શકે છે. વરિષ્ઠો અને સહકર્મીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. આ સાથે જે જાતકો વેપાર કરી રહ્યાં છે તેને ખુબ લાભ મળશે અને આવક મેળવવા સક્ષમ થઈ શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમે કમાણીની સાથે બચત કરી શકો છો. આવકના નવા સ્ત્રોત ખુલશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે